GSTV

મોદી સરકારના કોરોનાના આ નિયમો પળાય તો મોદી સહિત આખી કેબિનેટે હોમ કવોરંટિન થવું પડે

મોદીએ દિલ્હીમાં વધતા જતા કેસોને કાબૂમાં લેવા માટે શાહને જવાબદારી સોંપી હતી. જેમાં કોઈના સંપર્કમાં આવતાં શાહ આજે કોરોના પોઝિટીવ બન્યા છે. શાહને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં મોદી સરકાર મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોને શોધીને હોમ ક્વોરંટિન કરવાની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. શાહ છેલ્લા એક અઠવાડિયાથી સંખ્યાબંધ લોકોને મળી રહ્યાં છે. શાહે શનિવારે જ બાળ ગંગાઘર તિલકના નિધનની શતાબ્ધિ પર એક સેમિનારમાં સંબોધન કર્યું હતું. આ સિવાય એ બીજાં લોકોને પણ મળ્યા હતા. આ જોતાં શાહના સંપર્કમાં આવેલા લોકોને શોધવા અઘરા છે.

મોદીને પણ હોમ ક્વોરંટિન થવું પડે

અમિત શાહને કોરોના થતાં નરેન્દ્ર મોદીએ બુધવારની અયોધ્યા યાત્રા રદ કરશે કે નહીં એ ચર્ચા શરૂ થઈ છે. શાહે બુધવારે કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં નવી શીક્ષણનિતીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમિત શાહ, નિર્મલા સીતારમન, રાજનાથસિંહ, પ્રકાશ જાવડેકર હાજર હતા. આ બધાને કોરોનાનો ચેપ લાગવાનો ભય છે. અમિત શાહને મળનાર રવિશંકર પ્રસાદ હોમ ક્વોરંટિન થઈ ગયા છે.

કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિને હોમ કવોરંટિન થવાની સલાહ

મોદી સરકાર કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિને હોમ કવોરંટિન થવાની સલાહ આપે છે. મોદી પોતે શાહના સંપર્કમાં આવ્યા છે. ત્યારે આ સલાહને અનુરસશે કે કેમ એ સવાલ પૂછાઈ રહ્યો છે. મોદીના કાર્યક્રમમાં 200 લોકોની હાજરી હોવાથી તેમના પર પણ ખતરો વધી શકે છે. જોકે, મોદી પાસે હજુ 2 દિવસનો સમય છે. મોદી કોરોનાનો ટેસ્ટ કરાવી લે અને નેગેટિવ આવે તો કોઈ ખતરો નથી. શાહને કોરોનાંનાં શરૂઆતનાં લક્ષણો દેખાયાં છે તેના કારણે બુધવારે તેમનામાં કોરોનાના લક્ષણો ના હોય તેવી પણ સંભાવના છે.

અનલોકમાં 65 વર્ષથી વધુની વ્યક્તિએ જાહેરમાં મેળાવડામાં જવાનું ટાળવું

મોદી સરકારની બીજી એક ગાઈડલાઈન છે કે, અનલોકમાં 65 વર્ષથી વધુની વ્યક્તિએ જાહેરમાં મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ. પીએમ નરેન્દ્રમોદીની ઉંમર 65 વર્ષથી વધુની વય કેટેગરીમાં આવે છે. આથી તેઓને સરકારી ગાઈડલાઈન મુજબ જાહેર મેળાવડામાં જવાનું ટાળવાની સલાહને અનુસરવું પડે.

READ ALSO

Related posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1410 કેસ સામે આવ્યા, કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો

Nilesh Jethva

પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana

ફ્લાઈટની જેમ ટ્રેન ટિકિટમાં પણ જોડાશે યૂઝર ચાર્જ, જાણો ક્યાં-ક્યાં સ્ટેશનનો કરાયો સમાવેશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!