GSTV

મોબાઈલ યુઝર્સ ધ્યાન આપે! આજે બદલાઈ ગયા 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

યુઝર્સ

Last Updated on September 1, 2021 by Damini Patel

જો તમે સ્માર્ટફોન યુઝર્સ છો અને ડિઝની+હોટસ્ટાર (Disney+ Hotstar) જેવા OTT પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. આજે એટલે 1 સપ્ટેમ્બરથી મોબાઇલ સાથે જોડાયેલ ઘણીં વસ્તુઓ બદલવાની છે. Disney+ Hotstar આ મહિને પોતાનો સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે. સાથે જ એમેઝોન, ગુગલ અને ગુગલ ડ્રાઈવની સર્વિસના રુલ પણ આ મહિને બદલવા જઈ રહ્યા છે. તમને આ 5 ફેરફારો અંગે જાણકારી હોવી જોઈએ. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પાડવાની છે.

મોંઘા થયા Disney+ Hotstarના પ્લાન

1 સપ્ટેમ્બરથી OTT પ્લેટફોર્મ Disney+ Hotstar ભારતમાં મોંઘુ થઇ જશે. હવે યુઝર્સને 399 રૂપિયાની જગ્યાએ 499 રૂપિયાની શરૂઆતી કિંમતમાં પ્લાન મળશે. એનો મતલબ એ થયો કે ગ્રાહકને હવે 100 રૂપિયા વધુ પેમેન્ટ કરવી પડશે. એ ઉપરાંત ગ્રાહક 899 રૂપિયા વાળા પ્લાનને Disney+ Hotstar એપ દ્વારા બે ફોન પર એના પ્લાનમાં HD ક્વોલિટી હાજર છે. આ એપ યુર 1,499 રૂપિયામાં 4 સ્ક્રીન પર ચલાવી શકે છે.

એમેઝોનથી ખરીદી મોંઘી થશે.

1 સપ્ટેમ્બર, એટલે કે આજથી તમારે એમેઝોનથી સામાન મંગાવવા માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થવાને કારણે કંપની લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં 500 ગ્રામના પેકેજ માટે 58 રૂપિયા ચૂકવવા પડી શકે છે. પ્રાદેશિક ખર્ચ 36.50 રૂપિયા થશે.

પર્સનલ લોન એપ્સ

personal loan

નવા નિયમો 15 સપ્ટેમ્બર 2021 ગૂગલ પ્લે સ્ટોર પર લાગુ થશે. આ નવા નિયમ અંતર્ગત ભારતમાંથી શોર્ટ પર્સનલ લોન એપ પર પ્રતિબંધ મુકવામાં આવશે જે લોનના બહાને યુઝર્સ સાથે છેતરપિંડી કરી રહી છે. ગૂગલને 100 શોર્ટ લોન એપ વિશે ફરિયાદો મળી હતી, ત્યારબાદ ગૂગલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ગુગલ ડ્રાઈવ

ગૂગલ ડ્રાઇવના વપરાશકર્તાઓને 13 સપ્ટેમ્બરથી એક નવું સુરક્ષા અપડેટ મળશે, જે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ પહેલા કરતા વધુ સુરક્ષિત અને સલામત બનાવશે.

Fake કન્ટેન્ટ પ્રમોટ કરવા પર પ્રતિબંધ

ગૂગલની નવી પોલિસી 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે, જે અંતર્ગત 1 સપ્ટેમ્બરથી ખોટા અને નકલી કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોરના નિયમોને ગૂગલ દ્વારા પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે.

Read Also

Related posts

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!