GSTV

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

શિર્ષક વાંચીને આશ્ચર્ય થાય કે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થાય એ વ્યક્તિ જ આરોપી હોય? કાયદો તો આવો નથી. પણ, કાયદાનું મનઘડંત અર્થઘટન પોલીસ વિચિત્ર કિસ્સામાં મૃત્યુ પામનાર વાહનચાલકને આરોપી બનાવી દે છે. ઉલ્લેખનીય છે કે ખૂદ ટ્રાફિક પોલીસ કાર્યરત કર્મચારીઓ ચર્ચે છે કે, પૂરઝડપે દોડાવાતું વાહન સ્લીપ થાય અને તેનો ચાલક મૃત્યુ પામે તો તેની સામે ગુનો નોંધાય તે માની શકાય. પણ, રસ્તા પર અચાનક જ ગાય, કૂતરૂં કે કોઈ પ્રાણી અચાનક દોડી આવે ત્યારે બ્રેક લગાવાતાં વાહન સ્લીપ થાય કે વાહન ટકરાય તો પણ વાહનચાલકને આરોપી બનાવાય છે.

એ જ રીતે વરસાદી પાણી ભરાયાં હોય ને રસ્તા પરનો ખાડો ન દેખાતાં અકસ્માતમાં કોઈ મૃત્યુ પામે તો વાહનચાલકને આરોપી બનાવાય પણ ખાડો પૂરવાની તસ્દી ન લેનાર તંત્રને કોઈ પૂછતું નથી. અકસ્માતમાં જીવ ગુમાવનાર વાહનચાલક સામે ગુનો નોંધાય પછી છેવટે એબેટેડ સમરી ભરી કેસ પૂરો થાય છે. અમદાવાદમાં પ્રતિવર્ષ વાહન અકસ્માતમાં 300 આસપાસ મૃત્યુ થાય છે તેમાંથી 15-20 ટકા કિસ્સામાં પોલીસની જડ માનસિકતાથી મૃતકના પરિજનોને વિમો મેળવવામાં સમસ્યા સર્જાય છે. વાસ્તવિક સ્થિતિ અનુસાર કાર્યવાહી કરી પોલીસ માનવીય અભિગમ અપનાવે તો મૃતકના પરિવારજનોને આર્થિક વળતર મળી શકે છે.

અમદાવાદમાં પ્રતિવર્ષ વાહન અકસ્માતમાં 300 આસપાસ મૃત્યુ

શહેરના રસ્તા પર પ્રતિવર્ષ હજારો નાના-મોટા અકસ્માત સર્જાય છે. રોડ એક્સિડન્ટથી 750થી 800 લોકો મૃત્યુ કે ઈજા પામે છે. પ્રતિવર્ષ અકસ્માતમાં મૃત્યુ પામનારાંની સંખ્યા 300 આસપાસ છે. અકસ્માતની ઘટનાના ગુના અને તપાસ હવે અલાયદા શરૂ કરવામાં આવેલાં ટ્રાફિક પોલીસ સ્ટેશનો હસ્તક છે. જાતે મરવા માટે કે ઈજાની પિડા ભોગવવા કોઈ તૈયાર હોતું નથી એ વાત સ્વિકારવામાં આવે તો કોઈપણ રીતે સર્જાતો માર્ગ અકસ્માત ખરેખર આકસ્મિક હોય છે. પરંતુ, વાહન ચલાવવામાં સાવચેતી જળવાય તે માટે અકસ્માતો નિયંત્રીત કરવા માટે અકસ્માત સર્જનાર મોટા વાહનના ચાલક સામે ગુનો નોંધવામાં આવે છે. ખાસ કરીને જીવલેણ અકસ્માતના કિસ્સામાં ટુ વ્હીલર, ટુ વ્હીલર અને ભાગ્યે જ ફોર વ્હીલરના ચાલક સામે ગુના નોંધાતાં હોય છે.

રોડ એક્સિડન્ટથી 750થી 800 લોકો મૃત્યુ કે ઈજા પામે

રસ્તા પર જીવલેણ અકસ્માતની ઘટના બનવા પાછળ વાહનચાલકની ઓવરસ્પીડ જવાબદાર હોય છે એટલે ટુ કે થ્રી વ્હીલર ચાલક પોતાની જીંદગી ગુમાવે છે. પરંતુ,  ટ્રાફિક પોલીસમાં જ ટ્રાફિકના નિયમોના મનઘડંત આૃર્થઘટનની ચર્ચા થઈ રહી છે. રસ્તા ઉપર વાહન જતું હોય અને ગાય, કૂતરૂં કે અન્ય પ્રાણી અચાનક જ દોડી આવે તો વાહનચાલકનો શું વાંક? વરસાદી પાણી ભરાયા હોય અને ખાડાના કારણે જીવલેણ અકસ્માત સર્જાય કે રસ્તા ઓઈલ ઢોળાયેલું હોય ને જીવલેણ અકસ્માત સર્જાય ને વાહનચાલકની બેદરકારી ગણવી કેટલા અંશે વ્યાજબી?

રસ્તા ઉપર વાહન જતું હોય અને ગાય, કૂતરૂં કે અન્ય પ્રાણી અચાનક જ દોડી આવે તો વાહનચાલકનો શું વાંક?

આમ છતાં, એક જ વાહન હોય અને તે સ્લીપ થતાં કે પટકાવાથી જીવલેણ અકસ્માત સર્જાય તેવા કિસ્સામાં તેના ચાલકને જવાબદાર ગણીને ટ્રાફિક પોલીસ સૌથી પહેલાં ગુનો નોંધી દે છે. એક અનુમાન મુજબ, શહેરમાં વર્ષદહાડે પોલીસ 15-20 ટકા જીવલેણ અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ એટલે કે એ.ડી.ના બદલે તેના ચાલક સામે પોતાયું જ મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધી દે છે. વાહન બેદરકારીથી ચલાવીને પોતાનું જ મૃત્યુ નિપજાવવાના ગુનામાં તપાસ કર્યા બાદ પોલીસને સમજાય કે ખરેખર જેને આરોપી દર્શાવ્યો તે વાહનચાલકનો વાંક નહોતો. એટલે, પોલીસ એ સમરી એટલે કે એબેટેડ સમરી ભરે છે. ગુનો નાસાબીત માન્યાની મંજુરી મેળવવાનો રિપોર્ટ કોર્ટમાં કરવામાં આવે છે. અદાલત મંજુરી આપે એટલે મૃત્યુ પામેલા વાહનચાલક સામેનો નોંધાયેલો ગુનો રદ કરવામાં આવે છે.

પોલીસની આ નીતિથી અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને અન્યાય થાય છે. વાહનચાલકનું મૃત્યુ ખૂદની બેદરકારીથી થયાનો ગુનો પોલીસ નોંધે છે તેના કારણે મૃતકના પરિવારજનો, સ્વજનોને વિમાની રકમ મેળવવામાં મુશ્કેલી પડે છે. પોલીસ એબેટેડ સમરી ભરવા માટે મસલતો કરતી હોવાના કિસ્સા પણ પોલીસ તંત્રમાં ચર્ચાઈ રહ્યાં છે.

આમ, પોલીસની કાયદાકીય જડ માનસિકતાનો ભોગ સામાન્ય નાગરિકો બને છે. અનેક કાયદા બદલીને પ્રજાલક્ષી કરવામાં આવ્યાં છે ત્યારે  દરેક અકસ્માતમાં મૃતકને બેદરકાર દર્શાવવાના બદલે ત્વરિત ઊંડી તપાસ કરી એ.ડી. નોંધાય તેવી કાર્યવાહી કરાવવા સરકાર અને ગૃહવિભાગ સૂચના આપે તે જરૂરી બન્યું છે.

એ.ડી.ના બદલે ગુનો નોંધી કોર્ટનું ભારણ વધારતી ટ્રાફિક પોલીસ

પ્રથમ નજરે જ અકસ્માતની ઘટના હોય છતાં તેમાં વાહનચાલકની બેદરકારી ગણીને ટ્રાફિક પોલીસ ગુનો નોંધે છે. આઈપીસીની કલમ 304-અ એટલે કે બેદરકારીથી મૃત્યુ અને કલમ 279, 337, 338 ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 લાગુ કરી દેવામાં આવે છે. ગુનો નોંધાય એટલે તેના પેપર્સ કોર્ટમાં જાય છે.

બાદમાં, મૃત્યુ પામનારની બેદરકારી ન જણાય તેવી સ્થિતિમાં એ સમરી એટલે કે એબેટેડ સમરી ભરીને તેનો રિપોર્ટ મંજુરી માટે કોર્ટમાં મોકલાય છે. એ સમરી કોર્ટ મંજુર કરે તે પછી ગુનાનું સમાપન થાય છે. જ્યારે, ખરેખર આકસ્મિક અકસ્મતાના કેસમાં એ.ડી. (એક્સિડેન્ટલ ડેથ) નોંધાય તો એસીપી એ કિસ્સાને પ્રાથમિક તપાસ બાદ ફાઈલે કરે છે. આમ, એ.ડી.ના બદલે ગુનો નોંધીને ટ્રાફિક પોલીસ કોર્ટનું ભારણ પણ વધારે છે.

READ ALSO

Related posts

ગાંધીનગરમાં શું છુપાવાય છે મોતના આંક ?, ખરેખર 2 દિવસમાં થયા છે 17નાં મોત, સરકારી આંકમાં મૃત્યુઆંક બિગ ઝીરો

pratik shah

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!