GSTV

જમ્મુ-કાશ્મીર: વહીવટી તંત્રએ નિયમો બદલ્યા, હવે કોઈ પણ રાજ્યના પુરૂષો બની શકશે સ્થાનિક નાગરિક

Last Updated on July 21, 2021 by Pravin Makwana

જમ્મુ કાશ્મીર પ્રશાસને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુમાં સ્થાનિક નિવાસી બનવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નિયમ મુદ હવે અન્ય રાજ્યોમાં રહેનારા લોકો, જે કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરે છે. તે પણ હવે રાજ્યના સ્થાનિક નિવાસી બની શકે છે. સરકાર તેમના માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ આપશે.

જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી કલમ 370 અને કલમ 35 એ લાગૂ હતી. ત્યાં સુધી આવી સ્થિતીમાં ફક્ત મહિલા જ કાશ્મીરની સ્થાનિક નિવાસી રહેતી. તેના બાળકો અને પતિ આ માપદંડોમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. જો કાશ્મીરી પુરૂષ કોઈ અન્ય મહિલા સાથે લગ્ન કરે છે, તો તેને અથવા તેના બાળકોને સ્થાનિક નિવાસી માનવામાં આવતા હતા.

પુરૂષોને નિયમોમાં પહેલા જ આપી દીધી ઢીસ

તો વળી પુરૂષો સંબંધિત આ નિયમમા પહેલા જ ઢીલ મળી ગઈ હતી. તે કોઈ પણ રાજ્યની મહિલા સાથે લગ્ન કરી શકતા હતા. તેમનાથી થતાં બાળકો કાશ્મીરના સ્થાનિક નિવાસી જ મનાતા હતા. કહેવાય છે કે, પ્રશાસનનું આ પગલુ લૈંગિક અસમાનતાને ખતમ કરવા માટે છે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી આ નોટિફિકેશન 20 જૂલાઈ 2021ના રોજ જાહેર કરવામાં આવી છે.

કેન્દ્રની મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ આ કલમને હટાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જમ્મુ કાશ્મીર પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 6 ઓગસ્ટે આ પ્રસ્તાવને લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ બંને સદનમાંથી તેને પાસ કરવામાં આવ્યુ હતું. જે બાદ કલમ 370 અને 35 એ રદ કરી દીધી હતી.આ કલમના કારણે દેશા કેટલાય કાયદા જમ્મુ કાશ્મીરમાં લાગૂ પડતા નહોતા. જો કે, હવે કલમ 370 હટ્યા બાદ નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!