GSTV

RTOના નવા નિયમો આવી રહ્યાં છે, વાહન નોંધણી, ચાલક પરવાના સાથે થઈ શકે છે લાખોનો દંડ

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ફરીથી મોટર વાહનોના નિયમોમાં સુધારા માટેની દરખાસ્તો પર ગુજરાત સરકાર સહિત તમામ હોદ્દેદારોના સૂચનો અને ટિપ્પણીઓ મંગાવી છે. નવા વાહનોની નોંધણી, જુના વાહનો પરત ખેંચવા અને વાહન ચાલક પરવાના અંગે સૂચનો માંગાવવામાં આવ્યા છે. અગાઉ આ સરકારે 18 માર્ચે આ જાહેરનામું બહાર પાડ્યું હતું. મતલબ કે સરકારે ત્રણ મહિનામાં બીજી વખત જાહેરનામું બહાર પાડી 60 દિવસની અંદર તેના સૂચનો માંગ્યા છે.

લોકડાઉનને કારણે દેશમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ એપિસોડમાં, ડ્રાઇવિંગ લાઇસન્સ અને નવા વાહનોની નોંધણી સંબંધિત નિયમો આવતા સમયમાં બદલી શકાશે. હકીકતમાં, કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા માટે પ્રાપ્ત દરખાસ્ત અંગે તમામ હોદ્દેદારો પાસેથી સૂચનો માંગ્યા છે. સરકાર આગ્રહ કરી રહી છે કે આ સુધારા પ્રક્રિયા આગામી કેટલાક મહિનામાં પૂર્ણ કરવામાં આવે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

દંડમાં થઈ શકે છે વધારો

સૂચના મુજબ જો વાહનમાં ખામી સર્જાય તો વાહન બનાવતી કંપની પર દંડ વધારી શકાય છે. આ દંડ કંપની પર 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધી રાખવાનો પ્રસ્તાવ છે. જો કે, આ દંડ વાહનોના પ્રકાર અને ખામીયુક્ત વાહનોની સંખ્યા પર આધારિત રહેશે.

READ ALSO

Related posts

કેવી રીતે મળશે ‘વ્યાજ પર વ્યાજ’ માફીનો લાભ?, શું તમને તેનો ફાયદો મળશે કે નહી? વાંચો અહીં

Mansi Patel

ડીજીટલ ઈન્ડિયાની વાતો માત્ર સુફિયાણી! 138 દેશોમાં ભારતનો ‘ડેટા સ્પીડ’ અત્યંત સ્લો,આતંકીસ્તાન કરતા પણ પાછળ

pratik shah

રેકડીવાળા અને છૂટક વિક્રેતાના નસીબ ખુલી જવાના છે, 27 તારીખે વડાપ્રધાન મોદી આપવાના છે આ લોન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!