GSTV
Gujarat Government Advertisement

20 હજારથી વધારે કેશની લેવડ-દેવડ કરશો તો ભરાશો, આ છે નવા નિયમો

જો તમે 20 હજારથી વધારે કેશની લેવડ-દેવડ કરી રહ્યા છો તો ક્યારેક મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આઈટી (ઇન્કમ ટેક્સ) વિભાગની કલમ 269SS, 269T અંતર્ગત જો કોઈ વ્યક્તિ રૂ. 20 હજારથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેણે એટલી જ રકમનો દંડ ભરવો પડશે. જોકે, આમ આદમીને રાહત મળી રહે તે માટે આ નિયમનું ફરજિયાત પાલન કરાવવામાં નથી આવી રહ્યું. જેને પગલે આઈટી ડિપાર્ટેમેન્ટ તમને નોટિસ મોકલાવી રહ્યો નથી. અમુક સંજોગોમાંજ આ છૂટછાટનો લાભ મળે છે. હવે આ બાબતે નિયમો કડક બની ગયાં છે.

કેશ લેવડ-દેવડના નિયમો કડક બન્યાં

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રોકડની લેવડ-દેવડ અંગે નિયમો અંગે સમયાંતરે આમ આદમીને જાણકારી આપે છે. આ જ અંતર્ગત આઈટી વિભાગે જણાવ્યું છે કે ઘર ખરીદીના કેસમાં તમારે રૂ. 20 હજારથી વધારેની રોકડનું લેવડ દેવડ કરવું જોઈએ નહીં. દોષી જાહેર પર આવકવેરા વિભાગ તમારી પાસેથી પેનલ્ટી વસૂલ કરી શકે છે. જે પેનલ્ટીનો આંક મોટો છે.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનનું દિલ્હી વિભાગ રૂ. 20 હજારથી વધારેની રોકડની લેવડ-દેવડ કરીને પ્રોપર્ટી ખરીદનાર લોકો સામે એક ઝૂંબેશ શરૂ કરી છે. આવકવેરા ખાતું આવા લોકોની એક યાદી તૈયાર કરી રહ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ દિલ્હીના તમામ 21 સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને વર્ષ 2015થી 2018 વચ્ચેના થયેલી એન્ટ્રીને ચકાસી રહી છે. રૂ. 20 હજારથી વધારેની કેશ લેવડ-દેવડ અંગે આવકવેરા વિભાગે અનેક નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત લેવડ-દેવડ, એડવાન્સ પૈસા આપવા, ડિપોઝિટ તરીકે લેવડ-દેવડ ગેરકાયદે છે. ધારો કે તમે કોઈ સાથે રૂ. 50 હજારની રોકડની લેવડ-દેવડ કરો છો તો તમારા કલમ 269SS, 269T અંતર્ગત મોટા દંડની કાર્યવાહી થઈ શકે છે. હવે આ બાબતે ખા, તકેદારી રાખવી જરૂરી છે.

Gujarat Government Advertisement

Related posts

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah

સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ / મેડલની લાલચમાં ખેલાડીઓ પોતાનું જીવન લગાવી રહ્યાં છે દાવ પર, યુવાનો વળ્યાં ડ્રગ્સ તરફ

Dhruv Brahmbhatt

વોટ્સએપ ખૂબ જ જલદી લાવી રહ્યું છે મોસ્ટ એવેટેડ ફીચર્સ, એક સાથે આટલા ડિવાઈસ ઉપર ચલાવી શકાશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!