GSTV

કામની વાત/ PPFથી લઇને નાની બચત યોજના અને મ્યુચ્યુઅલ ફંડમાં જાણો ક્યારે અને કેવી રીતે ડબલ થશે તમારા પૈસા

યોજના

રોકાણને લઇને કોઇપણ વ્યક્તિ એવુ ઇચ્છે છે કે તેની મૂડી ઓછામાં ઓછા સમયમાં સૌથી વધુ ઝડપે વધે. કોઇપણ પ્રકારના રોકાણમાં તમારા પૈસા ડબલ થાય એ તેના પર આધાર રાખે છે કે તમે કેટલા સમય માટે રોકાણ કરો છો અને તેના પર કેટલુ વ્યાજ અથવા રિટર્ન મળે છે. જેટલુ વધુ રિટર્ન અથવા વ્યાજ મળશે તેટલી જલ્દી તમારા પૈસા ડબલ થઇ જશે. પરંતુ તમે તમારા વર્તમાન રોકાણ વિશે આજે પણ જાણી શકો છો કે આખરે કેટલા સમયમાં તમારા પૈસા ડબલ થશે. તેના માટે તમારે ફક્ત ‘રૂલ ઑફ 72’ (Rule Of 72) સમજવાનો છે. તો ચાલો તમને જણાવીએ કે શુ છે આ રૂલ ઑફ 72…

રૂલ ઑફ 72 એક સરળ ફોર્મ્યુલા છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ રૂલ અંતર્ગત તમે તમારા રોકાણ પર મળી રહેલા વ્યાજનો 72થી ભાગાકાર કરો છો. તેનાથી તમને એક આઇડિયા મળી જશે કે આખરે કેટલા દિવસોમાં તમારા પૈસા ડબલ થઇ જશે. રૂલ ઑફ 72થી એક અંદાજિત ખ્યાલ મળી જાય છે.

માની લો કે 5 ટકા વાર્ષિક વ્યાજ દરે તમે કોઇ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી છે. તેવામાં તમારા પૈસા ડબલ થવામાં આશરે 14 વર્ષ લાગશે. હવે તમને વિચાર આવશે કે 14 વર્ષનો આંકડો આવ્યો ક્યાંથી? તેના માટે એક સરળ ગણિત સમજી લો…

રૂલ ઑફ 72

=72/5

= 14.4 વર્ષ

જો તમે તમારા પૈસા ડબલ કરવા માગતા હોવ તો તમારે કેટલુ રોકાણ કરવુ પડશે? હવે આ ફેર્મ્યુલામાં મામૂલી બદલાવ કરવા પર તમે તે જાણી શકશો કે એક નિશ્વિત સમયમાં તમારે કેટલુ રોકાણ કરવુ પડશે જેથી તમારા પૈસા ડબલ થઇ જાય. હવે તેનુ ગણિત શીખીએ…

આજથી

જો તમે માત્ર 3 વર્ષમાં તમારા પૈસા ડબલ કરવા માગતા હોવ તો તમારે દર વર્ષે 21થી 24 ટકા (72/3 વર્ષ)નુ રિટર્ન મળે તે રીતે રોકાણ કરવુ પડશે. આ રીતે જો તમે 5 વર્ષમાં પૈસા ડબલ કરવા માગતા હોવ તો તેના માટે તમારે દર વર્ષે ઓછામાં ઓછા 14.4 ટકા (72/5)ના દરે વ્યાજ મળવુ જોઇએ. જો 10 વર્ષમાં પૈસા ડબલ કરવાના હોય તો દર વર્ષે આશરે 7.2 ટકાના દરે વ્યાજ મળવુ જોઇએ.

>> PPF,સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), કિસાન વિકાસ પત્ર (KVP), નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) અને મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds)ને કેલ્ક્યુલેટ કરવા માટે અમે વર્તમાન વ્યાજ દર લીધો છે.

>> PPF પર વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તેમાં PPFમાં રોકાણ કર્યા બાદ પૈસા ડબલ થવા પર આશરે 10 વર્ષ (72/7.1 =10.14) લાગશે. પરંતુ તેના માટે એક શરત હશે કે પૂરા 10 વર્ષ માટે વ્યાજ દર 7.1 ટકા રહ્યો. વ્યાજ દર ઘટવા અથવા વધવાથી સમયગાળા પર અસર થશે.

રૂપિયા

>> આ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા ડબલ થવામાં આશરે 9.4 વર્ષ લાગશે. વર્તમાનમાં આ યોજના અંતર્ગત 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.

>> કિસાન વિકાસ પત્ર પર હાલ 6.9 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ હિસાબે કેવીપીમાં પૈસા રોકવા પર 10.4 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે.

>> નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જે હિસાબે પૈસા ડબલ થવામાં 1.5 વર્ષ લાગશે.

>> વર્તમાનમાં નાના સમયગાળા વાળા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડાયનેમિક બોન્ડ્સ પર આશરે 8.5 ટકાના દરે રિટર્ન મળી રહ્યું છે. તે ગત એક વર્ષના આધારે છે. આ પ્રકારના રિટર્નને માનવામાં આવે તો તેમાં રોકાણ કર્યા બાદ આશરે 8.4 વર્ષમાં તમારા પૈસા ડબલ થઇ જશે.

Read Also

Related posts

લાલદરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ: જાગૃતતા ક્યારે આવશે

pratik shah

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah

શું તમારે પણ ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવી રહી છે મુશ્કેલી? એપ્લિકેશન રિજેક્ટ થવા પાછળ હોઈ શકે છે આ કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!