GSTV
India News Trending

વાહનચાલકો માટે આવ્યો નિયમ, 1 જાન્યુઅારીએથી લાગુ પડશે દેશભરમાં

રોડ ટ્રન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક આદેશ બહાર પાડયો છે. જે અનુસાર ૧ જાન્યુઆરી ૨૦૧૯ અને તેના પછી રજીસ્ટ્રેશન થનાર ઓટો રીક્ષા અને ઇ-રીક્ષા સિવાયના દરેક  પબ્લીક ટ્રાન્સપોર્ટ વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ (વીએલટી) સીસ્ટમ અને ઇમરજન્સી બટન લગાવવું ફરજીયાત બનશે. દેશમાં સૌથી વધુ છેડતીનો ભોગ મહિલાઅો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં બને છે. જેઅો અા તમામ છેડતીને ચૂપચાપ સહન કરી લેતી હોય છે કારણ કે બદનામીનો ડર હોય છે. હવે સરકારે પેનિક બટન અાપી તેમના અવાજને બહાર લાવવાની કોશિષ કરી છે. 

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી પ્રિયંક ભારતીએ કહયું, ”પેસેન્જર વાહનોમાં વીએલટી ૧ જાન્યુઆરી ૨૦૧૯થી ફરજીયાત બનશે. આ માટેનો આદેશ  (બુધવારે) કરાયો છે અને તે આજથી જ લાગું પડશે. આ આદેશ નવા કોમર્શીયલ વાહનો માટે લાગુ પડે છે અને જુના વાહનોમાં તે લગાવવા માટે સરકાર તારીખ નક્કી કરશે અને તેને અમલી બનાવશે.

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના એક પ્રવકતાએ કહયું ”વીએલટી મેન્યુફેકચરરો આ સીસ્ટમની મોનીટરીંગ સીસ્ટમ બનાવવામાં મદદ કરશે. આ નિયમ પેસેન્જરોની ખાસ કરીને મહિલાઓની સલામતી માટે બનાવાયો છે. મંત્રાલયે વીએલટી અને ઇમરજન્સી બટન માટેની ઓપરેશનલ  પ્રોસીજર પણ જાહેર કરી છે.”

Related posts

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu
GSTV