GSTV
Gujarat Government Advertisement

મહેસાણાની દૂધસાગર ડેરી બહાર ABVPનાં કાર્યકરો, વિદ્યાર્થીઓ અને ડેરીનાં સત્તાધીશો વચ્ચે આ મામલે ઘર્ષણ

Last Updated on February 5, 2020 by Mansi Patel

મહેસાણાની દૂધસાગર ડેરીમાં એબીવીપી ધ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દૂધ સાગર ડેરીની મિલ્ક મેનેજમેન્ટ સંસ્થા દ્વારા 4 વર્ષ પહેલા એક કોર્ષ ગણપત યુનિવર્સીટીમાં શરુ કર્યો હતો.

જેમાં ગણપત યુનિવર્સીટી એ સર્ટિફિકેટ આપવાનું કહ્યું હતું. અને ડેરીએ અભ્યાસક્રમ સાથે નોકરી આપવાનું કહ્યું હતું.. જ્યારે આ સમગ્ર મામલે 4 વર્ષ બાદ 76 વિદ્યાર્થીએ તોતિંગ ફી ભર્યા બાદ ડેરી પ્રશાસને પોતાની ડેરીમાં નોકરી ના આપવાનું કહીને પોતાના હાથ ઊંચા કરી લેતા હાલમાં વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે.

જેને પગલે એબીવીપીએ વિદ્યાર્થીઓ સાથે મળીને આંદોલન શરૂ કર્યું છે. ત્યારે આજ રોજ ડેરીના સત્તાધીશો અને વિદ્યાર્થીઓ તેમજ એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!