GSTV
Home » News » અચાનક રસ્તાઓ પર વાધના ટોળે ટોળા આવ્યા, રસ્તાઓ પર લાગી ગાડીઓની લાઈન પણ…

અચાનક રસ્તાઓ પર વાધના ટોળે ટોળા આવ્યા, રસ્તાઓ પર લાગી ગાડીઓની લાઈન પણ…

જો આપણી સામે વાઘ આવી જાય છે તો તમારી ડરના કારણે હાલત ખરાબ થઈ જાય છે પરંતુ જો તમારી સામે એક નહીં પરંતુ ડઝનેક વાઘ આવી જાય તો કદાચ તે તમારો જીવ તાળવે ચોંટી જાય. આવા જ દ્રશ્યો દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યા. હકીકતમાં, ત્યાં એક રસ્તામાં વાઘ આવીને ઉભા રહ્યા હતા. આ વાઘના ટોળા જેવા રસ્તા પર આવ્યા કે ત્યાં કારોની લાઈન લાગી ગઈ

હવે લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે તેઓ ન તો આગળ જઈ શકે કે ન તો પાછળ જઈ ભાગવાનો પ્રયાસ કરી શકે. દક્ષિણ આફ્રિકાના વન્ય જીવ અભ્યારણ ક્રૂગરના રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘના ટોળાઓ રસ્તા પર આવી બેઠા. પરિણામે, અહીં કારની એક લાંબી લાઈન બની ગઈ હતી.

હવે કારમાં બેઠેલા લોકો વાઘને માર્ગમાંથી બહાર નીકળવાની રાહ જોતા હતા, પરંતુ વાઘની સંખ્યા ધીરે ધીરે વધી રહી હતી. થોડા સમય પછી, એક કાર ડ્રાઈવરએ કાર આગળ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાથી એક અન્ય વાઘ જંગલમાથી બહાર આવ્યો. તે પછી કાર ડ્રાઈવર ત્યાં જ કારને રોકી દે છે

વાઘને નુકસાન પહોંચાડવાની કોઈએ પણ કોશીશ નહોતી કરી, પરંતુ લોકો કલાકો સુધી વાઘનો હટવાની રાહ જોતા રહ્યાં. આ કારણે, ત્યાં ઘણો ટ્રાફિક રહ્યો હતો. ભયને કારણે લોકોમાં ધીરજ જોવા મળી હતી અને કોઈએ પણ હોર્ન વગાડીને રસ્તામાંથી વાઘને ભગાડવાની કોશિશ કરી નહોતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યોં છે.

READ ALSO

Related posts

ભારતે પાકિસ્તાનને જે ચેતવણી આપી છે તેને જોતા હવે પાકિસ્તાનને આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જ પડશે

Bansari

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એઈમ્સનું ભૂમિપુજન કરવા રાજકોટ આવશે

Bansari

100થી વધુ એન્કાઉન્ટર કરનાર પોલીસ ઓફિસર હવે રાજનીતિમાં પગ મુકશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!