GSTV
Gujarat Government Advertisement

ચીનની નાપાક ચાલનો જડબાતોડ જવાબ આપશે “રૂદ્ર”, ભારતીય વાયુસેનાની તાકાતમાં થયો વધારો

Last Updated on July 19, 2020 by pratik shah

ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે અપાચે બાદ હવે લડાકૂ હેલિકોપ્ટર રૂદ્ર તરીકે વધુ એક તાકાતવર હથિયાર મળ્યું છે. આ એટેક હેલિકોપ્ટર વધુ ઉંચાઇવાળા ક્ષેત્રમાં દુશ્મનો પર કાળ બનીને તૂટી પડે છે. શુક્રવારે રાજનાથ સિંહ સમક્ષ આ એટેક હેલિકોપ્ટરનું શક્તિ પ્રદર્શન કરાયું હતુ. જેમાં અપાચેની સાથે મળીને રૂદ્રએ દુશ્મનોના ઠેકાણાને બરબાદ કરી નાંખ્યા.

વહેલીતકે સેનામાં સામેલ કરી દેવાશે

ભારતીય સેનાનું રૂદ્ર એટેક હેલિકોપ્ટર ધ્રૂવ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટરનું આધુનિક વર્ઝન છે. જેને ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવાયું છે. વર્તમાન સમયમાં ભારતીય સેના 50થી વધુ રૂદ્ર એટેક હેલિકોપ્ટરનું સંચાલન કરી રહી છે. આ ઉપરાંત વધુ 28 હેલિકોપ્ટરનું નિર્માણ થઇ રહ્યું છે. જેને વહેલીતકે સેનામાં સામેલ કરી દેવાશે. સુરક્ષા નિષ્ણાતો પ્રમાણે રૂદ્ર લાઇટવેટ હેલિકોપ્ટર હોવાના કારણે લદ્દાખ જેવા ઊંચાઇવાળા વિસ્તારોમાં પણ ઉડાન ભરવા અને હુમલો કરવા માટે સક્ષમ છે. તે દુશ્મનો પર ગોળીઓ વરસાવવાની સાથે સાથે એન્ટી ટેંક મિસાઇલથી પણ પ્રહાર કરી શકે છે. આ હેલિકોપ્ટરમાં એર ટુ એર મિસાઇલ તૈનાત કરવાની યોજના છે. જે દુશ્મનના કોઇ પણ એરિયલ ટાર્ગેટ જેવા કે ડ્રોન અથવા હેલિકોપ્ટરને હવામાં તોડી પાડશે. આ હેલિકોપ્ટરમાં લગાવવામાં આવનારા હથિયારો માટે ઘણા નિર્માતાઓ સાથે વાતચીત ચાલી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!