GSTV

ભોજપુરીની આ એકટ્રેસની લોકપ્રિયતા તો જુઓ, ઉત્તેજીત ભીડે પડાપડી કરી: Video

ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહના કાર્યક્રમમાં ખૂબ પથ્થરમારો કરવામાં આવ્યો. આ હંગાનો દેવ સૂર્ય મહોત્સવમાં મંગળવારની રાતે થયેલા અક્ષરાના પ્રોગ્રામમાં થયો. ઉત્તેજીત ભીડે ઘણી ખુરશીઓ પણ તોડી. હંગામામાં ધણા લોકો ઘાયલ પણ થયા. પોલીસે ભાડ પર કાબુ મેળવવા માટે લાઠી ચાર્જ પણ કર્યો. પથ્થરમારા બાદ કાર્યક્રમમાંથી નિકળીને જીલ્લાધિકારી રાહુલ રંજન મહિવાલ પણ ભાગી ગયા. એવી પરિસ્થિતિ થઈ ગઈ કે કાર્યક્રમ વચ્ચે બંધ કરવો પડ્યો.

તમને જણાવી દઈએ કે પોલીસને પહેલાથી જ હંગામાનો અંદાજો થઈ ચુક્યો હતો. ક્યારણ કે અક્ષરા સિંહના કાર્યક્રમમાં પહેલા જ એસડીપીઓએ ભીડને શાંત રહેવા અને શાંતિપૂર્વક કાર્યક્રમ જોવા માટે અપીલ કરી હતી. પરંતુ હુમલો થવાની સંભવીત જગ્યા પર પોલીસ રહી ન શકી. જેના કારણે કાર્યક્રમમાં ધાર્યા કરતા વધુ ભિડ જમાં થઈ ગઈ.

જગ્યા ન મળવા અને કાર્યક્રમને સરખી રીતે ન જોઈ શકવાના કારણે દર્શકોએ પથ્થરમારો ચાલુ કરી દીધો. અંતમાં કાર્યક્રમને રદ્દ કરવો પડ્યો.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અક્ષરાએ પોતાના કરિયરની શરૂઆત નાના પડદા પર ડેલી શોઝ દ્વારા કરી હતી. ત્યાર બાદ તેણે ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું. અક્ષરા હાલમાં ભોજપુરીની ટોપ એક્ટ્રેસમાં શામેલ છે.

તમેન જણાવી દઈએ કે રોજબરોજ સોશિયલ મીડિયામાં અક્ષરાના વીડિયોઝ અને ફોટોઝ વાયરલ થતા હોય છે. ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના ગિત દિલબર પર અક્ષરાનો એક સેલ્ફી વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

Read Also

Related posts

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah

બેશરમ/ બોલીવુડ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં કપડાં ઉતારીને બેઠી, ગંદી બાતથી ફેમસ આ મોડેલનો જોવાઈ રહ્યો છે જોરદાર વીડિયો

Harshad Patel

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!