GSTV
Home » News » આ એક્ટ્રેસે જણાવી ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની કાળી બાજુ, બોલીવુડ કરતાં પણ બદતર છે સ્થિતી

આ એક્ટ્રેસે જણાવી ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની કાળી બાજુ, બોલીવુડ કરતાં પણ બદતર છે સ્થિતી

Rubina Dilaik

ટીવી ઇન્ડસ્ટીમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટીઝ કરતા પણ વધારે કઠીન સ્થિતિ પ્રવર્તે છે તેવું એક અભિનેત્રીએ પહેલી વાર કહ્યું છે. ટીવી અભિનેત્રી રૂબીના દિલાઇક સિરીયલ છોટી બહૂથી જાણીતી થઇ છે અને હાલના દિવસોમાં તે શક્તિમાં નજરે ચડી રહી છે. રૂબીનાએ ગત વર્ષ અભિનેતા અભિનવ શુકલા સાથે લગ્ન કરી લીધા છે.

તાજેતરમાં રૂબીનાએ ટીવી ઇન્ડસ્ટીના એવા કાળા સત્યની વાત કરી છે જે આપણને માનવામાં ન આવે. ટીવીમાં કામ કરતી રૂબીનાએ પોતાનો અનુભવ શેર કર્યો છે. એક સમાચાર પત્રને આપેલી મુલાકાતમાં તે કહે છે કે એક તરફ તેને છોટી બહુમાં મળેલા મોટા બ્રેકને લીધે તે ખુશ છે તો બીજી તરફ આ માટે મોટું આર્થિક સમાધાન પણ કરવું પડે છે.

રૂબીના કહે છે કે આ ટેન્ડ નવો નથી. વર્ષોથી એ ચાલ્યું આવે છે અને મારે એને અનુસરવું પડે છે કારણ કે હું આ ઇન્ડસ્ટીમાં નવી છું. હવે ધીમે ધીમે કામના નીતિ નિયમોથી વાકેફ થતી જાઉ છું.કામ કરતા કરતા જાણવા મળયું કે ૯૦ ટકા કલાકાર એક સાઇડેડ કોન્ટ્રાકટ કરે છે.આ કોન્ટ્રાકટ પ્રોડકશન હાઉસના હિતમાં જ હોય છે.જો કોઇ કલાકાર તેમાં ફેરફાર કરવા ઇચ્છે તો કહી દેવાય છે કે અમે અમારા નિયમો બદલીશું નહી, જો તમારે અમારી સાથે કામ કરવું હોય તો અમારા આ નિયમો પાળવા પડશે.

રૂબીના કહે છે કે ૩૦ દિવસ સુધી ૧ર-૧ર કલાક કામ કરવાના નાણા પણ ૯૦ દિવસ બાદ મળે છે.વળી કેટલીય વખત તો એનાથી પણ વધારે દિવસો થઇ જાય છે, જે બરાબર નથી અને તે કામ કરવાના નિયમો વિરૂધ્ધ છે. તે કહે છે કે મુશ્કેલ હાલતમાં મે ડબલ રોલ પણ કર્યો ત્યારે પણ મારા છેલ્લા ૩ માસના નાણા ચુકવવામાં આવ્યા ન હતા અને તે લાખોમાં હતા.

View this post on Instagram

🐣

A post shared by Rubina Dilaik (@rubinadilaik) on

હકીકતમાં મુશ્કેલી તો ત્યારે થઇ જયારે શો ઓફ એર થયો. લગભગ ૯ માસ સુધી હું મારી ફી માટે વાત કરતી રહી, મે મદદ માટે એકટર્સ એસો.નો સંપર્ક કર્યો પણ ખોટા વચનો સિવાય કંઇ થયું નહી અન કોઇ મદદ પણ મળી નહીં.આના ઉપરથી ખબર પડે છે કે કલાકારોને દિવસના ૧૬ થી ૧૮ કલાક કામ કરવું પડે છે અને મુશ્કેલી તો ત્યારે સર્જાય કે તેને તેની મહેનતના નાણા ૯૦ દિવસ બાદ જ મળે. આ કારણે જ કલાકારોને પોતાની બચત ઉપર જ નિર્ભર રહેવું પડે છે.

Read Also

Related posts

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!