GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકારની જોરદાર છૂટછાટો છતાં આ સમયે તો ગુજરાતભરમાં પળાશે કરફ્યું, ભૂલથી પણ ના નીકળતા

Last Updated on May 18, 2020 by Ankita Trada

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉ-4 ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉન અંગે સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં સીએમ રૂપાણીએ રાજ્યને બે ભાગમાં વહેંચી દીધુ છે. જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોન એવી રીતે ભાગ પાડવામાં આવ્યા છે. સરકારે આ બે ભાગ પ્રમાણે રાજ્યમાં છુટછાટ આપી છે.

રાજ્યમાં આ સમય દરમિયાન કરફ્યૂં

સરકારે કરેલી મોટી જાહેરાત મુજબ રાજ્યમાં રાત્રે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી બધું જ બંધ રહેશે. આ સમય દરમિયાન રાજ્યની જનતાને કડક કર્ફ્યૂંનુ પાલન કરવુ પડશે. રાજ્યમાં આ સમય દરમિયાન તમામ વેપાર-ધંધા તેમજ અવર-જવર પર પ્રતિબંધ રહેશે. આ તમામ નિયમોનો આવતીકાલે 19મી મેના રોજ મંગળવારથી રાજ્યમાં વેપાર ધંધા કરવા માટે મોટી છૂટછાટ મળશે. જોકે, પશ્ચિમ અમદાવાદમાં વેપાર ધંધા ખોલવાની છૂટ છે. સવારે 8-4 દરમિયાન દુકાનો ઓડ-ઇવન નંબર પ્રમાણે ખૂલશે.

સરકારની મહત્વની ગાઈડલાઈન

  • સરકારે કરેલી મોટી જાહેરાત મુજબ રાજ્યમાં રાત્રે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી બધું જ બંધ રહેશે. રાજ્યમાં આ સમય દરમિયાન તમામ વેપાર-ધંધા તેમજ આવનજાવન પર પ્રતિબંધ રહેશે.
  • આવતીકાલે 19મી મેના રોજ મંગળવારથી રાજ્યમાં વેપાર ધંધા કરવા માટે મોટી છૂટછાટ મળશે.
  • પશ્ચિમ અમદાવાદમાં વેપાર ધંધા ખોલવાની છૂટ છે. સવારે 8-4 દરમિયાન દુકાનો ઓડ-ઇવન નંબર પ્રમાણે ખૂલશે.
  • નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં સવારે 8.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધી દુકાનો ખૂલશે.
  • કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી નહીં
  • રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું

કન્ટેન્ટમેન્ટ ઝોન

  • આવશ્યક ચીજ વસ્તુ સીવાય કોઈ પણ ચીજ વસ્તુંની સુવિધા નહી મળે.
  • શાકભાજી, દુધ, અનાજ, દવા મળશે
  • બસ સેવાને મંજૂરી નહી મળે

નોન કન્ટેન્ટમેન્ટ ઝોન

  • સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ધંધા ખુલા રહેશે
  • શાળા કોલેઝો નહી ખુલે,
  • જીમ નહી ખુલે
  • મોટા મેળવડા નહી યોજી શકાય

કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય વેપાર ધંધાને છૂટ,

  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં અપાય, શાળા, કોલેજો જિમને મંજૂરી નહીં મળે, બગીચાઓ, થિયેટર, મેળાવડાઓ, ધાર્મિક સ્થાનો બંધ રહેશે
  • કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય વેપાર ધંધાને છૂટ, કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં બસ
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 8થી 4 વાગ્યા સુધી અપાશએ છૂટછાટ
  • કેસના આધારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરફાર કરાશે
  • અમદાવાદ શહેરમાં બસોના આવન જાવન પર પ્રતિબંધ
  • કોરોના સંકટ 2 ભાગમાં વહેચાયું
  • લગ્ન સમયે 50 અને મૃતકના અંતિમવિધીમાં 20 લોકોને મંજૂરી
  • દુકાનમાં પાન-માવા બીડીને છૂટછાટ મળી ગઈ
  • શલૂન, બ્યૂટીપાર્લરમાં સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે મંજૂરી અપાઈ
  • પબ્લીક લાઈબ્રેરીની પણ છૂટછાટ અપાઈ
  • કન્ટેન્ટેમેન્ટ સિવાયના વિસ્તારમાં કેબ અને ગાડીમાં 2 માણસોની છૂટછાટ, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આ સેવા નહીં મળે
  • રાજ્યમાં હાઈવે પર ઢાબાઓને પણ સરકારે છૂટછાટ આપી
  • 33 ટકા સ્ટાફ સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ઓફિસ ખૂલી શકાશે, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં છૂટછાટ નહીં મળે
  • પ્રાઈવેટ કારમાં 3 અને ટુ વ્હિલરમાં એક વ્યક્તિને જ અપાઈ છૂટ

નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ખુલશે આ વસ્તુઓ

  • નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે
  • અમદાવાદ અને સુરત સિવાય તમામ જગ્યાએ રીક્ષા શરુ થશે, 2 મુસાફરોને માન્યતા
  • કન્ટેન્મેન્ટ સિવાયના રાજ્યના વિસ્તારોમાં પાનના ગલ્લા અને સલુનને છુટ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: હાલની સ્થિતિમાં રથયાત્રાનું આયોજન યોગ્ય નથી, મેડિકલ એસોસિએશને આપી દીધી આ ચેતવણી

Pravin Makwana

12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કામની વાત: એકેડમિક કેલેન્ડરમાં મોટા પાયે ફેરબદલ થશે, આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ખોરવાશે

Pravin Makwana

કોરોનાના ઘટતા કેસો વચ્ચે મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, સિવિલમાં વધુ એક દર્દીનું મોત અને 4 નવા કેસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!