સુપ્રિમ કોર્ટે કોરોના વાયરસના RT-PCR ટેસ્ટનો રેટ નક્કી કરવા અંગે કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો નોટિસ જાહેર કરી છે. આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં થઈ રહેલા RTPCR ટેસ્ટનો દર 400 રૂપિયા નક્કી કરવામાં આવે, આ નિયત દર નક્કી કર્યા બાદ કોરોના વાયરસના ટેસ્ટમાં વધારો થશે. અને લોકોને લાભ પણ થશે. હાલમાં દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
દિવસેને દિવસે કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો

આ અરજીને વકિલ અજય અગ્રવાલે દાખલ કરી છે, તેમને જણાવ્યા અનુસાર દેશમાં જીવલેણ કોરોના વાયરસના RTPCR ટેસ્ટના અલગ અસગ દર છે. સમગ્ર દેશમાં ઘાતક કોરોનાનાRTPCTR ટેસ્ટના એકજ દર નક્કી કરવામાં આવવા જોઈએ. આ મામલે જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે કેન્દ્ર, રાજ્ય સરકારોને નોટીસ ફટકારી છે. અને આ મામલે બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

આ મામલે બે અઠવાડિયામાં જવાબ માંગ્યો

કોરોનાથી 1.34 લાખ જેટલા લોકોના મોત થયા

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 91.77 લાખને પાર થઈ છે. જ્યારે કે, કોરોનાથી 1.34 લાખ જેટલા લોકોના મોત થયા. સોમવારે દેશમાં નવા 37 હજાર 975 કેસ નોંધાયા. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અહી 17.84 લાખ કેસ અને 46 હજાર 653 લોકોના મોત થયા. કર્ણાટકમાં 8.74 લાખ કેસ અને 11 હજાર 678 લોકોના મોત થયા. આંધ્ર પ્રદેશમાં 8.62 લાખ કેસ અને 6 હજાર 948 લોકોના મોત થયા છે. દેશના અન્ય રાજ્યની જો વાત કરવામાં આવે તો તમિલનાડુમાં 7.71 લાખ, કેરળમાં 5.66 લાખ અને દિલ્હીમાં 5.34 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.

તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં જીવલેણ વાયરસના વધતા મામલાને જોઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને RTPCR મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટ્રીની શરૂઆત કરી હતી. કોરોના ટેસ્ટીંગ માટે આઈસીએમઆરે દેશમાં સ્પાઈસ જેટ અને સ્પાઈસ હેલ્થની સાથે ખાનગી ભાગીદારી સાથે શરૂઆત કરી હતી.
READ ALSO
- ‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો
- પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું
- ફાયદાનો સોદો/ હવે કંઈ પણ ગિરવે મુકયા વિના મળી જશે 5 કરોડ રૂપિયા સુધીની લોન, જાણો કઈ બેન્ક કોને આપી રહી છે આ સુવિધાઓ
- રાજકોટ/ સીએમ રૂપાણીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
- સરકારી કર્મચારીઓ માટે સારી ખબર : પ્રમોશન પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીમાં મોદી સરકાર, થશે મોટો લાભ