RBI એમપીસીની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠક બાદ આજે RBI શક્તિકાંત દાસે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટને (RTGS) 24x7x365 ઉપલબ્ધ કરાવાનું એલાન કર્યુ છે. આ સુવિધા આગામી અઠવાડિયાથી લાગુ થશે. એટલે કે હવે તમે RTGSના માધ્યમથી 24 કલાક મની ટ્રાન્સફર કરી શકશો. જણાવી દઇએ કે હાલ RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાના તમામ વર્કિંગ ડેઝમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

RBIએ વ્યાજ દરોમાં ન કર્યો બદલાવ
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ડિસેમ્બરની મૌદ્રિક સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય વ્યાજ દરોમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. આ નિર્ણય રિટેલ મોંઘવારીના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં લેતા લેવામાં આવ્યો છે. રિટેલ મોંઘવારી આ સમયે રિઝર્વ બેન્કના સંતોષજનક સ્તર પર છે. આ સતત ત્રીજી વાર બન્યુ છે જ્યારે RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ બદલાવ નથી કર્યો. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેન્ક રેટ 4.25ના સ્તર પર યથાવત છે.

કામની છે RTGS સર્વિસ
RTGS એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા તરત જ ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ મોટા ટ્રાન્જેક્શનના કામમાં આવે છે. RTGS દ્વારા 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર ન થઇ શકે. તેને ઑનલાઇન અને બેન્ક બ્રાન્ચ બંને માધ્યમો દ્વારા ઉપયોગ કરી શકાય છે. તેમાં પણ કોઇપણ પ્રકારના ફંડ ટ્રાન્સફર ચાર્જીસ નથી. પરંતુ બ્રાન્ચમાં RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર કરાવા પર ચાર્જીસ ચુકવવા પડે છે.
ગત વર્ષે NEFTને 24 કલાક ઉપલબ્ધ કરાવ્યુ હતુ
તેની પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં નેશનલ ઇલેક્ટ્રેનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમને 24x7x365 ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતુ. આરબીઆઇએ પોતાની પોલીસીમાં કહ્યું કે તે સમયથી સિસ્ટમ સુચારુ રૂપે કામ કરી રહી છે. કેન્દ્રીય બેન્ક અનુસાર, ભારતીય નાણા બજારોમાં વૈશ્વિક એકીકરણના લક્ષ્યને સમર્થન આપવા માટે ચાલી રહેલા કામોને સમર્થન આપવા, ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોને વિકસિત કરવાના પ્રયાસો અને ઘરેલૂ કોર્પોરેટ અને સંસ્થાઓ માટે મોટા સ્તર પર પેમેન્ટની ફ્લેક્સિબિલીટી ઉપલબ્ધ કરાવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ RBIએ કહ્યું કે RTGS સર્વિસ 24 કલાક ચાલું રહેવાથી ભારતીય નાણા બજારને વૈશ્વિક બજાર સાથે સમન્વિત કરવાનાં પ્રયાસો તથા ભારતમાં આંતરરાષ્ટ્રિય નાણા કેન્દ્રોનાં વિકાસમાં મદદ મળશે, તેનાથી ભારતીય કંપનીઓ અને સંસ્થાઓને ચુકવણીમાં સરળતા રહેશે.
RBIએ જુલાઇ 2019થી NEFT અને RTGS દ્વારા કરાયેલા મની ટ્રાન્ઝેક્સન પર લેવાનું બંધ કરી દીધું છે. દેશમાં ડિઝિટલ લેવડ-દેવડ માટે આ પગલું લેવામાં આવ્યું છે, RTGS દ્વારા મોટી રકમ તાત્કાલિક ટ્રાન્સફર થઇ શકે છે, જ્યારે NEFTનો ઉપયોગ બે લાખ રૂપિયા સુંધીની રકમ મોકવા માટે કરવામાં આવે છે.
Read Also
- સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા
- જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ
- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન
- સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!