GSTV
Gujarat Government Advertisement

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : 26 શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ કરાશે RTPCR ટેસ્ટની સુવિધા

Last Updated on April 18, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં RTPCR ટેસ્ટની ક્ષમતા બમણી થશે. ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે. સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ શૈક્ષણિક સંસ્થાનોમાં પરીક્ષણ કરાશે. રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

કોરોના

માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતી સંસ્થાઓમાં ટેસ્ટ કરાશે

માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે. આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, ’26 શૈક્ષણિક સંસ્થાનોમાં આવતી કાલથી જ RTPCR ટેસ્ટ શરૂ કરાશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટી તંત્રને મોટી મદદ મળશે.

RTPCR TEST

આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે

જે-તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આ લેબોરેટરીઓને મોકલી આપશે. અહીં એવી સ્પષ્ટતા પણ કરાઇ છે કે દર્દીઓ સીધાં જ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટે નહીં જઈ શકે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર સેમ્પલ કલેક્ટ કરીને આ લેબોરેટરીઓ મારફતે RTPCR ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!