GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

આરએસએસને છેલ્લાં 90 વર્ષથી નિશાન બનાવાય છે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે નાગપુરમાં મતદાન કર્યું હતું. તે પછી મીડિયા સાથે વાતચીત કરી હતી. સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. એ પછી તેમને સાવરકરને ભારતરત્ન આપવા મુદ્દે થઈ રહેલા આક્ષેપો-પ્રતિઆક્ષેપો બાબતે પૂછવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સંઘને છેલ્લાં 90 વર્ષથી નિશાન બનાવાય છે અને હવે સંઘ માટે તેની કોઈ નવાઈ નથી. સંઘને નિશાન બનાવાય છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે લોકો સંગઠિત છે અને હંમેશા સંગઠિત રહેશે.

સાવરકર મુદ્દે થઈ રહ્યું છે રાજકારણ

સાવરકરને ભારતરત્નના વિરોધ બાબતે તેમણે કહ્યું હતું કે એ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને હું રાજકારણી નથી. મોહન ભાગવતને પૂછાયું હતું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોને વિજય મળશે એવું લાગી  રહ્યું છે? જો મહારાષ્ટ્રની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓનો પ્રભાવ પડશે તો પરિણામ શું આવશે?

જવાબમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે આ અંગે રાજકારણી ન હોવાથી તેમણે કશું કહેવું ન જોઈએ. થોડા દિવસમાં પરિણામ આવી જશે ત્યારે બધાને જાણ થઈ જશે કે ક્યા મુદ્દાનો પ્રભાવ પડયો અને ક્યા મુદ્દાનો પ્રભાવ પડયો નહીં.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!