GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કોંગ્રેસને RSSનો જવાબ : વિરોધીઓને સાંભળવામાં કોઈ વાંધો નથી

નાગપુર ખાતે આરએસએસના મુખ્યમથકમાં ગુરુવારે આયોજિત થનારા કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સામેલ થવાથી કોંગ્રેસ પરેશાન છે. કોંગ્રેસના લગભગ ત્રીસ જેટલા નેતાઓએ આરએસએસના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જીને સામેલ નહીં થવાની સલાહો આપી છે. પરંતુ સંઘના મુખ્યમથકમાં પ્રણવ મુખર્જીના આવવાને લઈને આરએસએસના કોઈપણ કાર્યકર્તાએ વિરોધ કર્યો નથી. આરએસએસ તરફથી કોંગ્રેસને જવાબ આપવામાં આવ્યો છે કે સંઘને વિરોધીઓને સાંભળવામાં કોઈ વાંધો નથી.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જી આરએસએસના નિમંત્રણ પર સાતમી જૂને સંઘ શિક્ષા વર્ગમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થઈ રહ્યા છે. કોંગ્રેસમાં પ્રણવ મુખર્જીના આરએસએસ મુખ્યમથકમાં જવાને લઈને ખળભળાટની સ્થિતિ છે. કોંગ્રેસી નેતાઓએ સતત પ્રણવ દાને આ કાર્યક્રમમાં નહીં જવાની સલાહો આપી છે.

પરંતુ આરએસએસની વિચારધારાના વિરોધી ગણાતા પ્રણવ મુખર્જીના નાગપુર રેશીમબાગ ખાતેના સંઘના મુખ્યમથકમાં આવવાને લઈને સંગઠનના કોઈપણ કાર્યકર્તાએ વિરોધ કર્યો નથી. આમ તો આરએસએસ તરફથી નિવેદનો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ અંગ્રેજી અખબારમાં આરએસએસના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યે એક આર્ટિકલ લખ્યો છે. સંઘના વરિષ્ઠ નેતાના આર્ટિકલને કોંગ્રેસના નેતાઓના નિવેદનનો જવાબ ગણી શકાય તેમ છે.

પ્રણવ દા, નાગપુરમાં તમારું સ્વાગત છે – શીર્ષક હેઠળ લખવામાં આવેલા આર્ટિકલમાં ડૉ. મનમોહન વૈદ્યે કોંગ્રેસ અને ડાબેરી નેતાઓને નિશાને લેતા લખ્યું છે કે પ્રણવ દા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોવા સિવાય કોંગ્રેસના મોટા નેતા પણ છે. પરંતુ કોઈપણ સ્વયંસેવકે તેમને આરએસએસના કાર્યક્રમમાં બોલાવવાનો વિરોધ કર્યો નથી. તો કોંગ્રેસ અને ડાબેરી નેતાઓના એક વર્ગે આનો વિરોધ કર્યો છે. પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. આપણે આ બંને પ્રતિક્રિયાઓને સમજવી પડશે.

પોતાના આર્ટિકલમાં મનમોહન વૈદ્યે ડાબેરી બૌદ્ધિક વર્ગને નિશાને લેતા જણાવ્યુ છે કે આ દેશમાં વર્ષોથી એક એવા વર્ગનું ચાલ્યું છે કે જેણે દેશ અને દુનિયામાં ક્યારેય ખુલ્લા સંવાદનો સ્વીકાર કર્યો નથી. તેમણે લખ્યું છે કે જો કોઈ ડાબેરીઓની વાતોથી સંમત નથી. તો તે સંઘી છે.

પોતાના આર્ટિકલમાં તેમણે એ પ્રસંગ પણ યાદ કર્યો હતો કે જ્યારે આરએસએસની સાથે અખબારોના તંત્રીઓ, અન્ય પાર્ટીના લોકોએ અંતર બનાવ્યું હતું. આ ઘટનાનો ઉલ્લેખ કરતા મનમોહન વૈદ્યે લખ્યુ છે કે પ્રચાર પ્રમુખ તરીકે એક વખત હું કોલકત્તા ગયો હતો. ત્યારે રાજ્યમાં સીપીએમના નેતૃત્વમાં ડાબેરીઓની સરકાર હતી.

સ્થાનિક આરએસએસ કાર્યાલયે ધ સ્ટેટમેન, ધ ઈન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, વર્તમાન અને ડાબેરીઓ સાથે સહાનુભૂતિ રાખનારા અન્ય અખબારોના તંત્રીઓ સાથે મારી મુલાકાતની કોશિશ કરી. પરંતુ તમામે ઈન્કાર કર્યો અને મને જણાવાયું કે તેઓ મને મળીને પોતાનો સમય ખરાબ કરવા ઈચ્છતા નથી. આ આર્ટિકલમાં આરએસએસના ટોચના નેતાઓમાં સામેલ ડૉ. મનમોહન વૈદ્યે ઘણા સ્થાનો પર લખ્યું છે કે જ્યારે તેમને અથવા આરએસએસના અન્ય નેતાઓની સાથે લોકોએ માત્ર એટલા માટે મળવાનો ઈન્કાર કર્યો હતો. કારણ કે તેઓ આરએસએસના હતા.

ડૉ. મનમોહન વૈદ્યે આરએસએસને પોતાનાથી અલગ અભિપ્રાય ધરાવનારાઓને મળનારું અને સાંભળનારું સંગઠન ગણાવ્યું છે. આ કારણે જ આરએસએસ દ્વારા પોતાના મંચ પર દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીને બોલાવવામાં આવ્યા છે. મનમોહન વૈદ્યે એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે કેટલાક વર્ષ પહેલા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું.

સીપીસીના પ્રતિનિધિમંડળે આરએસએસના નેતાઓને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. અમે તેમને કહ્યુ કે તમે એક રાજકીય પાર્ટીના છો અને અમે સીધું સમાજમાં કામ કરીએ છીએ. રાજકારણ સાથે અમારી કોઈ લેવા-દેવા નથી, તો પછી આવી મુલાકાતની જરૂરત શું છે? તો તેમનો જવાબ આવ્યો કે સીપીસી એક કેડર બેસ્ડ રાજકીય પાર્ટી છે અને આરએસએસ પણ કેડર આધારીત સંગઠન છે. ત્યારબાદ અમે પરસ્પર મળ્યા અને અમારી મુલાકાત સારી રહી હતી. કુલ મળીને સહ-સરકાર્યવાહ મનમોહન વૈદ્યે આર્ટિકલના માધ્યમથી પ્રણવ મુખર્જીના સંઘના કાર્યક્રમમાં ભાગ લેવાનો વિરોધ કરી રહેલા નેતાઓને આકરો જવાબ આપ્યો છે.

Related posts

રાજસ્થાનમાં રસાકસી: ભાજપના આ નેતાઓની મનની મનમાં રહી ગઈ, ગેહલોત સરકારને હટાવતા પહેલા પોલીસે કરી ધરપકડ

Pravin Makwana

કોંગ્રેસમાં ફરી એક વાર સાંસદોમાં ઉઠી માગ, રાહુલ ગાંધીને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ

Pravin Makwana

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની તપાસ માટે SITની રચના, 31 જુલાઈ સુધીમાં સરકારને સોંપશે રિપોર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!