GSTV
Home » News » મોદી સરકારની નીતિઓની સામે દેશવ્યાપી પ્રદર્શન કરશે RSSનું આ સંગઠન

મોદી સરકારની નીતિઓની સામે દેશવ્યાપી પ્રદર્શન કરશે RSSનું આ સંગઠન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા ભારતીય મજૂર સંઘ (BMS) એ પીએમ મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારની ‘શ્રમ વિરોધી’ નીતિઓ વિરુદ્ધ 3 જાન્યુઆરી એટલે કે શુક્રવારે દેશવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. આ અંતર્ગત ટ્રેડ યુનિયન દિલ્હીના જંતર-મંતરની સાથે તમામ જિલ્લા મથકો પર પ્રદર્શન કરશે.

શું છે BMSની માંગો

ભારતીય મજૂર સંઘના જનરલ સેક્રેટરી (BMS) વિરજેશ ઉપાધ્યાયે આ નિર્ણય અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની સંસ્થા નોકરીઓમાં કરાર અને કેઝ્યુઅલ સિસ્ટમ વધારવાનો સખત વિરોધ કરે છે. તેમણે માંગ કરી હતી કે તમામ પ્રકારના કરાર, ફિક્સ્ડ ટર્મ, કેઝ્યુઅલ, દૈનિક વેતન, કામચલાઉ કામદારોને નિયમિત કરવા અને તેમને કાયમી રોજગાર આપવામાં આવે. આ ઉપરાંત ભારતીય મજૂર સંઘે પણ વ્યક્તિગત આવકવેરા છૂટની મર્યાદા વધારીને 8 લાખ કરવાની માંગ કરી છે.

રેલવેનાં ખાનગીકરણનો વિરોધ

ઉપાધ્યાયે કહ્યું, ‘સીધું વિદેશી રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રનું કોર્પોરેટકરણ રાષ્ટ્રીય સુરક્ષાની વાત છે. રેલ્વેનું પણ કોર્પોરેટાઈઝેશન પણ બંધ કરવું જોઈએ, જે ભારતની જીવનરેખા છે. ભારતીય મજૂર સંઘે મોદી સરકારનાં આ પ્રયાસનો વિરોધ કર્યો છે. જેમાં હાલનાં શ્રમ કાયદાને ચાર કોડમાં સીમિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જો કે, સંગઠન આ કોડની ઘણી જોગવાઈઓ સુધારવા માંગે છે, જે મજૂર વિરોધી છે અને કામદારોના સામાન્ય હિતોને અસર કરે છે. સંગઠને આક્ષેપ કર્યો છે કે દેશની નોકરશાહીએ ઉદ્યોગપતિઓ સાથેનું ગઠબંધન કાયમ કરી દીધું છે જેથી કામદારોના હક્કો દબાવવામાં આવે.

નોકરીઓમાં અસુરક્ષા

વિરજેશ ઉપાધ્યાયે કહ્યું, ‘હવે દેશમાં મોટાભાગની ઔપચારિક નોકરીઓ કરાર અથવા ફિક્સ્ડ ટર્મ વાળી બની ગઈ છે. લોકોની નોકરીની સલામતી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને કામદારોની સામે કોઈપણ સમયે તેમની નોકરીથી કાઢી મૂકવામાં આવે તેનો ખતરો બનેલો છે. તેમણે કહ્યું કે, આંગણવાડી, આશા, જાહેર વિતરણ પ્રણાલી, મધ્યાહન ભોજન અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન સાથે સંકળાયેલા તમામ કેઝ્યુઅલ કામદારોને સરકારી કર્મચારી તરીકે ગણાવા જોઈએ, કારણ કે તેઓ સરકારની યોજનાઓ માટે કામ કરે છે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી ભયંકર ભૂતો બનાવતા જેક ડિવેસે કર્યો અભિષેક બચ્ચનનો કોન્ટેક્ટ, પણ અભિષેક તો….

Bansari

કોરોના વાયરસ કેસમાં ભારતને મળી મોટી સફળતા, દર્દીઓની હાલતમાં આવવા લાગ્યો સુધાર

Mayur

ફાગણ માસમાં કરો આ મહા ઉપાય, જીવનની દરેક સમસ્યાઓ થઇ જશે દૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!