GSTV
India ટોપ સ્ટોરી

ઇફતાર પાર્ટીમાં RSS ના નેતાએ કહ્યું- મુસ્લિમો પોતાના ઘરોમાં તુલસી ઉગાડે

દિલ્હીમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ તરફથી આયોજિત ઈફ્તાર પાર્ટીમાં આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેઓએ મુસ્લિમોને ઘરમાં તુલસીનો છોડ ઉગાડવાની સલાહ આપી સાથે જ માંસ ન ખાવાની પણ કહ્યું હતું.

જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં મુસ્લિમ રાષ્ટ્રિય મંચ તરફથી ઈફ્તાર પાર્ટી યોજાઈ હતી. જેમાં સંઘના નેતા ઈન્દ્રેશ કુમાર કહ્યું કે, ભારતીય મુસલમાનો ઘરમાં તુલસીનો છોડ ઉગાવે, જેથી તે તેને દરરોજ જુએ અને મર્યા બાદ જન્નતમાં પહોંચે. પ્રદર્શનકારીઓને લઇને તેમણે કહ્યું કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે, ભગવાન તેમને માફ કરી દે અને જન્નત દે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રદર્શનકારીઓએ મુસ્લિમ સમુદાયના પ્રચાર માટે કામ કરવું જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે, આ લોકોએ જાહેરાત કરવી જોઇતી હતી કે, તેમને પથ્થર, બંદૂક કે પાકિસ્તાનના ઝંડા નહીં પરંતુ, ભારતનો ઝંડો જોઇએ.

મહત્વનું છે કે, જ્યારે ઈન્દ્રેશ કુમાર સંબોધન કરી રહ્યા હતા, ત્યારે ઈફ્તાર પાર્ટીમાં આવેલા લોકોને ચિકન બિરયાની વહેંચવામાં આવી રહી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ ઈફ્તાર પાર્ટીમાં ઈન્દ્રેશ કુમારને બોલાવવાના વિરોધમાં નારેબાજી પણ કરી હતી. જેમાંથી કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હતી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો  Facebook | Youtube | Twitter

Related posts

સુરત / મહુવાના ભાજપ ઉમેદવાર મોહન ડોઢિયાના નામે ખોટો વિડીયો થયો વાયરલ, જિલ્લા પોલીસવડાને કરાઈ ફરિયાદ

Nakulsinh Gohil

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

Hardik Hingu

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk
GSTV