GSTV
Home » News » સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુર પહોંચ્યા

સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુર પહોંચ્યા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ નેતા પ્રણવ મુખર્જી નાગપુર પહોંચ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓના વિરોધ બાદ પ્રણવ મુખર્જી સંઘના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

નાગપુર ખાતે ગુરુવારે સંઘનો કાર્યક્રમ આયોજિત થનારો છે. આ કાર્યક્રમમાં સામેલ ન થવા માટે કોંગ્રેસના લગભગ ત્રીસ જેટલા નેતાઓએ પ્રણવ મુખર્જીને સલાહો આપી છે.

મહત્વનું છે કે, પ્રણવ મુખર્જીના આગમન પહેલા સંઘના સહ-સરકાર્યવાહક મનમોહન વૈદ્યે અંગ્રેજી અખબારમાં એક આર્ટિકલ લખ્યો હતો. પ્રણવ દા, નાગપુરમાં તમારું સ્વાગત છેના શીર્ષક હેઠળ લખવામાં આવેલા આર્ટિકલમાં ડૉ. મનમોહન વૈદ્યે કોંગ્રેસ અને ડાબેરી નેતાઓને નિશાને લીધા હતા. તેમણે જણાવ્યું કે, પ્રણવ દા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોવા સિવાય કોંગ્રેસના મોટા નેતા પણ છે. પરંતુ કોઈપણ સ્વયંસેવકે તેમને આરએસએસના કાર્યક્રમમાં બોલાવવાનો વિરોધ કર્યો નથી. તો કોંગ્રેસ અને ડાબેરી નેતાઓના એક વર્ગે આનો વિરોધ કર્યો છે.

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

દેશનો દરેક વ્યક્તિ દિવસેને દિવસે બની રહ્યો છે જીવલેણ બીમારીનો ભોગ, ઘણાં કારણો જવાબદાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!