GSTV
Home » News » કેવીરીતે સંઘ તૈયાર કરે છે પોતાના સ્વયંસેવકોને?

કેવીરીતે સંઘ તૈયાર કરે છે પોતાના સ્વયંસેવકોને?

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસના સંઘ શિક્ષા વર્ગમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થઈ રહ્યા છે. નાગપુર ખાતે આયોજિત થનારો તૃતિય વર્ષનો સંઘ શિક્ષા વર્ગ શું હોય છે અને તેમાં કોણ સામેલ થઈ શકે છે. તેની કેટલીક રોચક માહિતી પર કરીએ એક નજર.

સંઘ શિક્ષા વર્ગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત થતી વાર્ષિક તાલીમ શિબિર છે. આમાં ત્રીજા વર્ષની તાલીમ શિબિર માટે આવેલા સ્વયંસેવકો હોય છે. આ પહેલા પ્રથમ વર્ષ અને દ્વિતિય વર્ષના સ્વયંસેવકોના કેમ્પ પણ થાય છે. પ્રથમ અને દ્વિતિય વર્ષના સંઘ શિક્ષા વર્ગોનું આયોજન રાજ્ય અને પ્રાદેશિક આધાર પર કરવામાં આવે છે.

પહેલા વર્ષના સ્વયંસેવકોની શિબિર વીસ દિવસની હોય છે અને સંઘના 42 પ્રાંત એકમોના સ્વયંસેવકોને તેમાં સામેલ કરવામાં આવે છે. જ્યારે દ્વિતિય વર્ષના સંઘ શિક્ષા વર્ગ પ્રાદેશિક આધારે આયોજિત કરવામાં આવે છે. આ તાલીમ શિબિર પણ વીસ દિવસની હોય છે.

પરંતુ તૃતિય વર્ષના સ્વયંસેવકોનો કેમ્પ નાગપુરમાં જ આયોજિત થાય છે. જોકે નાગપુર ખાતેના આરએસએસના કેમ્પમાં પ્રથમ અને દ્વિતિય વર્ષના સંઘ શિક્ષા વર્ગમાં સામેલ થનારા સ્વયંસેવકોની જિલ્લા સ્તર પર ઘણાં માપદંડોના આધારે પસંદગી કરવામાં આવે છે.

પહેલા તો તૃતિય વર્ષના સંઘ શિક્ષા વર્ગમાં આરએસએસ સાથે જોડાયેલા સ્વયંસેવકો સરળતાથી પહોંચી શકતા હતા. પરંતુ કેટલાક વર્ષોથી જ્યારે આમા સ્વયંસેવકોની સંખ્યા વધવા લાગી. તો તેને મર્યાદીત કરવામાં આવી છે. હવે નાગપુર ખાતેના સંઘ શિક્ષા વર્ગમાં પ્રાંતિય સ્તરે બે વર્ષ સુધી જવાબદાર સ્થિતિઓમાં કામ કરનારા સ્વયંસેવકો જ સામેલ થઈ શકે છે.

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!