GSTV
Gujarat Government Advertisement

દેશભક્તિને લઈને મોહન ભાગવતનું નિવેદન, કહ્યું: કોઈપણ હિન્દૂ ભારત વિરોધી ન હોઈ શકે

Last Updated on January 2, 2021 by pratik shah

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે જો કોઈ હિન્દુ છે તો તે દેશભક્ત હશે અને તે તેની મૂળ ચારિત્ર્ય અને સ્વભાવ છે. સંઘના વડાએ મહાત્મા ગાંધીની ટિપ્પણીઓને ટાંકતા આ વાત કહી જેમાં તેમણે કહ્યું હતું કે તેમની દેશભક્તિ તેમના ધર્મમાંથી ઉદ્ભવી છે.

મોહન ભાગવત

મોહન ભાગવતે જે.કે. બજાજ અને એમ.ડી. શ્રીનિવાસ દ્વારા લખાયેલ ‘મેકિંગ ઓફ એ હિન્દુ પેટ્રિઅટ: બેકગ્રાઉન્ડ ઓફ ગાંધીજી હિન્દ સ્વરાજ’ પુસ્તકનું લોકાર્પણ કરતી વખતે આ વાત કહીં. ભાગવતે કહ્યું કે પુસ્તકનું નામ અને મારા દ્વારા તેનું વિમોચન કરવું એ અનુમાન તરફ દોરી શકે છે કે તે ગાંધીજીને તેમની પોતાની રીતે પરિભાષિત કરવાનો પ્રયાસ છે.

તેમણે કહ્યું, “કોઈ પણ મહાન પુરૂષોને તેમના પોતાના મુજબ વ્યાખ્યાયિત કરી શકતું નથી.” તેમણે કહ્યું કે આ પુસ્તક વિસ્તૃત સંશોધન પર આધારિત છે અને જેમના તેના અંગેનાં મત જુદા છે, તેઓ સંશોધન કરીને પણ લખી શકે છે. સંઘના વડાએ કહ્યું કે, ‘ગાંધીજીએ કહ્યું હતું કે મારી દેશભક્તિ મારા ધર્મથી ઉત્પન્ન થાય છે. હું મારા ધર્મને સમજીને જ એક સારા દેશભક્ત બનીશ અને લોકોને તેવું કરવા માટે કહીશ. ગાંધીજીએ કહ્યું હતું કે સ્વરાજને સમજવા માટે સ્વધર્મ સમજવો પડશે.’

ધર્મ અને દેશભક્તિનો ઉલ્લેખ કરતાં સંઘના વડાએ કહ્યું કે જો તે હિન્દુ છે તો તેને દેશભક્ત બનવું પડશે કારણ કે તે તેના મૂળમાં છે. તે સુતેલો હોઈ શકે છે તેને જાગૃત કરવો પડશે, પરંતુ કોઈ પણ હિન્દુ ભારત વિરોધી હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે જ્યાં સુધી મારા મગજમાં એવો ડર રહેશે કે તમારા હોવાથી મારૂ અસ્તિત્વને ખતરો છે અને તમે મારા અસ્તિત્વ દ્વારા તમારા અસ્તિત્વને જોખમ ઉભું થશે, ત્યાં સુધી સોદાબાજી થઇ શકે છે, પરંતુ આત્મીયતા નહીં.

ભાગવતે કહ્યું કે અલગ થવાનો અર્થ એ નથી કે આપણે એક સમાજ, એક ધરતીના પુત્રો તરીકે જીવી શકીએ નહીં. તેમણે કહ્યું કે વિવિધતામાં એકતા, વિવિધતામાં એકતા એ ભારતની મૂળ વિચારધારા છે. જો કે, પુસ્તકમાં, લેખકે લીઓ ટોલસ્ટોય સાથેની ગાંધીજીની વાતને ટાંકીને કહ્યું, જેમાં તેમણે ભારત પ્રત્યેના તેમના વધતા પ્રેમ અને તેનાથી સંબંધિત બાબતોનો ઉલ્લેખ કર્યો. બજાજે કહ્યું કે આ પુસ્તકમાં ગાંધીજીની પોરબંદરથી ઇંગ્લેન્ડ અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સુધીની યાત્રા અને જીવનનો ઉલ્લેખ કરાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

World Blood Donor Day 2021 / જે લોકો COVID-19 માંથી સ્વસ્થ થયા છે તેઓ રક્તદાન કરી શકે છે? જાણો

Vishvesh Dave

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Dhruv Brahmbhatt

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!