GSTV
Home » News » મોહન ભાગવત : ભારતના મુસ્લિમોએ રામ મંદિર નથી તોડ્યું

મોહન ભાગવત : ભારતના મુસ્લિમોએ રામ મંદિર નથી તોડ્યું

સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર મામલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યુ કે, ભારતના મુસ્લિમોએ રામ મંદિર નથી તોડ્યું. ભારતના નાગરિકો આ પ્રકારનું કૃત્ય ના કરી શકે.

ભારતીયનોનું મનોબળ તોડવા માટે કેટલીક વિદેશી તાકતોએ રામ મંદિરને તોડી પાડ્યું છે. મોહન ભાગવતે વધુમાં જણાવ્યુ કે, રામ મંદિર અયોધ્યામાં જ બનશે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહી કરવામાં આવે તો આપણી સંસ્કૃતિના મુળ કપાઈ જશે. એમા કોઈ વાતની શંકા નથી કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહીં થાય. આ ઉપરાંત તેમણે દેશમાં ફેલાયેલી હિંસા માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યો છે.

મહત્વનું છે કે, એસસી-એસટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે આપેલી દીશાનિર્દેશ બાદ દેશમાં થયેલી હિંસામાં 11 લોકોના મોત થયા હતા. મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન મહારાષ્ટ્રના પાલઘરમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું હતું.

Related posts

શું ગુમનામી બાબા જ હતા સુભાષ ચંદ્ર બોઝ? યોગી સરકાર આજે કરશે ખુલાસો

NIsha Patel

સંસદમાં મોદી મોદીના નારા લાગ્યા, પણ આ વખતે નેગેટિવ સ્વરૂપે

Mayur

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!