GSTV
India News ટોપ સ્ટોરી

રાજકારણ/ મોહન ભાગવત મુસ્લિમ ધર્મગુરૂને મળતાં અટકળો : સંઘે કર્યો આ બચાવ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવત ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીને મળ્યા એ મુદ્દો ચર્ચામાં છે. ભાગવત આ પહેલાં પાંચ મુસ્લિમ નેતાઓને મળ્યા હતા. ભાગવત રાજકીય કારણોસર ભાજપના લાભાર્થે મુસ્લિમ નેતાઓને મળી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

બીજી તરફ સંઘના સૂત્રોનું કહેવું છે કે, મુસ્લિમ નેતાઓને મળવાની પહેલ ભાગવતે નથી કરી પણ મુસ્લિમોએ જ વિનંતી કરી હતી તેથી તેની પાછળ કોઈ રાજકીય એજન્ડા નથી. સંઘ મુસ્લિમ બુધ્ધિજીવીઓ સાથે ચર્ચા માટે ચાર સભ્યોની સમિતી બનાવશે.

દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થયેલી ભાગવત અને ઈલ્યાસીની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. મોહન ભાગવત આ પહેલાં 22 ઓગસ્ટે પાંચ મુસ્લિમ બુદ્ધિજીવીઓની ટીમને મળ્યા હતા. ઇલ્યાસી અને મોહન ભાગવતની બેઠકમાં સંઘના કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઇન્દ્રેશ કુમાર પણ હાજર હતા.

સંઘનાં સૂત્રોનો દાવો છે કે, દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા અને હિન્દુ-મુસ્લિમોની વચ્ચે વધી રહેલી ખાઈને દૂર કરવા અંગે ચર્ચા કરી હતી.

READ ALSO

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda
GSTV