GSTV
Gujarat Government Advertisement

RSS, BKSએ પણ કૃષિ બિલનો કર્યો વિરોધ, 50 હજાર ખેડૂતોએ લખ્યા પત્ર

લોકસભામાં કૃષિ સુધારણાને લગતા ત્રણ બીલ રજૂ થયા બાદથી દેશભરના ખેડુતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. ભાજપે ત્રણ બિલ પાછળ પોતાની તાકાત લગાવી છે. RSS – ભારતીય કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂત સંગઠન કેન્દ્રની વિરુદ્ધ છે. બીકેએસના જનરલ સેક્રેટરી બદરી નારાયણ ચૌધરીએ કહ્યું છે કે આ બિલથી ઉદ્યોગપતિઓને ફાયદો થશે અને તેનાથી ખેડુતોનું જીવન વધુ મુશ્કેલ બનશે. ઈન્ડિયા ટુડે ન્યૂઝ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ચૌધરીએ કહ્યું હતું કે ભારતીય કિસાન સંઘ કોઈપણ સુધારાની વિરુદ્ધ નથી. 80 ટકા ખેડૂત નાના અથવા મધ્યમ વર્ગના છે.

Gujarat Government Advertisement

મોટા ઉદ્યોગો અથવા ફક્ત મોટા ખેડૂત માટે કાર્ય કરે છે. તેમણે કહ્યું કે એનડીએ સરકાર છેલ્લા બે બજેટમાંથી 22 હજાર નવી મંડીઓની વાત કરી રહી છે, તે ક્યાં છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કૃષિ અને ખાદ્ય મંત્રાલયો અમલદારો દ્વારા ચલાવવામાં આવી રહ્યાં છે, જેને જમીનની વાસ્તવિકતાનો ખ્યાલ નથી.  નવા કાયદા ખેડૂતોને મદદ કરશે નહીં. દેશભરના 50 હજાર ખેડૂતોએ વડા પ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે તેઓ આ કાયદો હાલના સ્વરૂપમાં નથી ઇચ્છતા. કિસાન સંઘના કેટલાક એકમોએ તેની સામે ગ્રામ્ય કક્ષાએ પણ દરખાસ્તો પસાર કરી છે. અમે આરએસએસ સાથે સંકળાયેલા અન્ય સંગઠનો અને ભાજપના મોટા નેતાઓ સાથે પણ વાત કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!