GSTV
Home » News » ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

ગાંધીનગર ખાતે આરએસએસ અને ભાજપની ત્રિદીવસીય બેઠકનું આયોજન કરાયું હતું. પ્રથમ વખત કમલમ ખાતે આ પ્રકારની બેઠકનું આયોજન કરાયું છે. 3 દિવસ યોજાયેલી આ બેઠકમા સંઘની તમામ ભગીની સંસ્થાઓ તેમજ ગુજરાત સરકારનું મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યું હતું. સૂત્રોનું માનીએ તો બેઠકમાં શિક્ષણ, રોજગાર, વ્યાપાર, ખેડૂત, ધર્મ આર્થિક સ્થિત, વર્તમાન સ્થિત, સામાજિક તથા રાજકીય પરિસ્થિતિઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

દેશમા જ્યારે આર્થિક મંદીનો પણ એક માહોલ બની રહ્યો છે ત્યારે આ સમયે શું કરી શકાય એ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો 370ની કલમ નાબૂદ થયા બાદ રાજયમા શું પ્રતિસાદ મળી રહ્યો છે, ગુજરાતના સરહદી સીમાઓ પર વર્તમાન સ્થિતિ શું છે, આદીવાસી વિસ્તારમાં કયા પ્રશ્નો છે એ અંગે પણ ચર્ચા કરવામા આવી હતી. સાથે જ ટ્રિપલ તલાકના બિલ બાદ સમાજમા શું પ્રતિભાવ છે એ અંગે પણ ચર્ચા કરાઇ હતી.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!