RSS પ્રમુખ મોહન ભાગવત સાથે અમિત શાહની મુલાકાત, રામમંદિર સહિતના મુદ્દાઓ પર થઈ ચર્ચા

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા ઝડપથી અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે વિજયાદશમીના સંબોધનમાં સરકારને તાકીદ કરવામાં આવી હતી. આના માટે ભાગવતે સંસદમાં કાયદો બનાવવાની જરૂર પડે, તો તેમ કરવા માટે પણ હાકલ કરી હતી. રામમંદિર મામલે ભારે દબાણ વચ્ચે કેન્દ્રની મોદી સરકાર અલગ-અલગ વિકલ્પો પર વિચારણા કરવા માટે બાધ્ય બની રહી છે. તેવા સમયે રાજ્યસભામાં ભાજપના સાંસદ રામમંદિર નિર્માણ સંબંધિત પ્રાઈવેટ મેમ્બરશિપ બિલ લાવવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

આ અહેવાલો વચ્ચે ગુરુવારે રાત્રે મુંબઈ પહોંચેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. મુંબઈમાં રાત્રે બે વાગ્યે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં પણ રામમંદિર નિર્માણના મામલે અને તેના સિવાયના રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા થઈ હોવાની સંભાવના છે.

મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં ભાજપના સાથીપક્ષ શિવસેના દ્વારા પણ રામમંદિર નિર્માણ માટે કાયદાની માગણી કરીને તેના પર તાત્કાલિક અમલ કરવાની માગણી થઈ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ 25 નવેમ્બરે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તેને કારણે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને તેના પછીના શિયાળુ સત્ર દરમિયાન ભાજપ અને મોદી સરકાર પર મોટા રાજકીય દબાણની શક્યતા છે. સીબીઆઈ વિવાદ પણ શિયાળુ સત્રમાં એક મોટો મુદ્દો બનવાનો છે. તેવા સંજોગોમાં પ્રાઈવેટ મેમ્બરશિપ બિલ મામલે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter