આમિરની ઓનસ્ક્રીન પત્નીના પિતાને 9 લાખનો ચુનો ચોપડી ગયા આ ઠગ્સ

ટીવીની ફેમસ અભિનેત્રી અને બોલીવુડ અભિનેત્રી સાક્ષી તંવરને 9 લાખ રૂપિયાનો ચુનો લાગી ગયો છે. અમુક ઠગોએ ઈન્શેયોરન્સ પોલીસીના નામ પર તેમના પિતા રાજેન્દ્ર તંવર પાસેથી લગભગ 9 લાખ રૂપિયા ઠગી લીધા છે. આ મામલે સાક્ષીએ ગયા મહીને 18 જાન્યુઆરીએ બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે 4 લોકોને ગિરફ્તાર પણ કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલા રાજેન્દ્ર તંવર પર એક વ્યક્તિનો કોલ આવ્યો. તેણે પોતાને એક ઈન્શ્યોરન્સ કંપનીની એજન્ટ જણાવ્યા. તેણે સાક્ષી તનવરના નામ પર પોલીસીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમની કંપની પ્રીમિયમમાં એક્ટ્રેસના નામ પર તેમને એક લાખ સુધીની છુટ આપવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા મળેલી જાણકારી અનુસાર, પોલીસીનું પ્રીમિયમ ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી હતી. પરંતુ એજન્ટ બનીને વાત કરી રહેલા વ્યક્તિએ સાક્ષી તંવરના પિતા રાજેન્દ્ર તંવરને જણાવ્યું કે તેમની પાસે આ વખતે સ્પેશિયલ સ્કીમ છે જેમાં પોલીસી હોલ્ડરને 1 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. જો તમે 1-2 દિવસમાં પ્રીમિયર ભરી દો તો ત્યાર બાદ તમને 10 લાખની જગ્યા પર ફક્ત 9 લાખ ભરવા પડશે.

ત્યાર બાદ ફોન પર વાત કરી રહેલા વ્યક્તિએ પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર પણ આપ્યો અને 9 લાખ રૂપિયા ટ્રાંસફર કરવા માટે કહ્યું. ત્યાં જ પોલીસમાં ફરિયાદ દાખલ કરતા અભિનેત્રીએ જણાવ્યું કે તેને શક ત્યારે થયો જ્યારે પેમેન્ટની કોઈ પણ પ્રકારની પોચ આપવામાં ન આવી. ત્યાર બાદ તેમણે ઈન્શ્યોરન્સ કંપનીને ફોન લગાવ્યો ત્યારે જાણવા મળ્યું કે કંપનીએ આ પ્રકારની કોઈ સ્કીમ બહાર પાડી જ નથી.

ફરિયાદ બાદ પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ઠગની તરફથી આપવામાં આવેલો બેન્ક એકાઉન્ટ નંબર બીબીએસ બેન્કનો નિકળ્યો જેની બ્રાંચ સિંગાપુરમાં હતી. ત્યાર બાદ તપાસમાં પોલીસે દિલ્હી-એનસીઆરના 4 લોકોને ગિરફ્તાર કર્યા. ગિરફ્તાર કરવામાં આવેલા વ્યક્તિઓની ઓળખ અજીત સિંહ, કૃષ્ણા કુમાર, પવન કુમાર અને અબદુલ હુસેનના રૂપમાં થઈ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter