GSTV

કરોડપતિ બનવું હોય તો કરવી પડશે માત્ર 74 રૂપિયાની દૈનિક બચત, 1 કરોડ સાથે 27 હજારથી વધારેનું મળશે માસિક પેન્શન

NPS

Last Updated on September 10, 2021 by Harshad Patel

નિવૃત્તિનું આયોજન નોકરીની શરૂઆતથી જ થવું જોઈએ, કારણ કે આની મદદથી તમે નિવૃત્તિના સમયે પહોંચતા સુધીમાં એક મોટી રકમ એકઠી કરી શકો છો. નેશનલ પેન્શન સિસ્ટમ એક એવો વિકલ્પ છે કે જેમાં તમે એક સાથે રોકાણ કરી શકો છો તેમજ તમારી નિવૃત્તિ પછી માસિક પેન્શનની વ્યવસ્થા ગોઠવી શકો છો.

દૈનિક 74 રૂપિયા બચાવો, નિવૃત્તિ સુધી કરોડપતિ બનશો

જો તમે ઈચ્છો તો રોજ માત્ર 74 રૂપિયા બચાવવીને NPS માં મૂકો તો નિવૃત્તિ સુધી તમારા હાથમાં 1 કરોડ રૂપિયા હશે. જો તમે યુવાન છો અને તમારી ઉંમર 20 વર્ષની છે, તો તમે અત્યારથી જ તમારી નિવૃત્તિનું પ્લાનિંગ કરી શકો છો. જોકે સામાન્ય રીતે લોકો આ ઉંમરે કામ કરતા હોતા નથી. તેમ છતાં, એક દિવસમાં 74 રૂપિયાની બચત કરવી એ મોટી વાત નથી.

NPS માં રોકાણ કરવાથી તમે કરોડપતિ બનશો

એનપીએસ એ બજાર સાથે જોડાયેલ નિવૃત્તિ લક્ષી રોકાણનો વિકલ્પ છે. આ યોજના હેઠળ, એનપીએસના નાણાં બે જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, ઈક્વિટી એટલે કે શેરબજારમાં અને debt અર્થાત સરકારી બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સ. NPS ના કેટલા પૈસા ઈક્વિટીમાં જશે તે તમે ખાતું ખોલતી વખતે જ નક્કી કરી શકો છો. સામાન્ય રીતે 75% સુધી નાણાં ઇક્વિટીમાં જઈ શકે છે. આનો અર્થ એ કે આમાં તમને PPF અથવા EPF કરતા થોડું વધારે વળતર મળવાની અપેક્ષા રહે છે.

જો તમે NPS દ્વારા કરોડપતિ બનવા માંગો છો, તો તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે, માત્ર થોડી યુક્તિની જરૂર છે. ધારો કે આ સમયે તમારી ઉંમર 20 વર્ષની છે. જો તમે દિવસ માટે 74 રૂપિયા એટલે કે મહિના માટે 2230 રૂપિયાની બચત કરીને NPS માં રોકાણ કરો છો. તો જ્યારે તમે 40 વર્ષ પછી નિવૃત્ત થશો, ત્યારે તમે કરોડપતિ બની જશો. ધારો કે તમને 9%ના દરે વળતર મળ્યું. તો તમે નિવૃત્ત થશો, ત્યારે તમારી કુલ પેન્શન સંપત્તિ 1.03 કરોડ રૂપિયા હશે.

20 વર્ષની ઉંમરથી NPS માં રોકાણની શરૂ કરો

 • 2230 પ્રતિ માસ રોકાણ
 • રોકાણનો સમયગાળો 40 વર્ષ
 • અંદાજિત વળતર 9%
 • કુલ રોકાણ 10.7 લાખ રૂપિયા
 • કુલ વ્યાજ 92.40 લાખ રૂપિયા છે
 • પેન્શન વેલ્થ 1.03 કરોડ
 • કુલ કર બચત રૂ. 3.21 લાખ

હવે તમે આ બધા પૈસા એક જ સમયે ઉપાડી શકતા નથી, તમે તેમાંથી માત્ર 60 ટકા જ ઉપાડી શકો છો, બાકીના 40 ટકા તમારે એન્યુટી સ્કીમમાં મુકવાના હોય છે, જેમાંથી તમને દર મહિને પેન્શન મળે છે. ધારો કે તમે તમારા 40% નાણાં એન્યુટીમાં મુકો છો. તેથી જ્યારે તમે 60 વર્ષના હોવ ત્યારે તમે 61.86 લાખની રકમ એક સાથે ઉપાડી શકશો અને 8% વ્યાજ ગણશો તો પણ દર મહિને પેન્શન લગભગ 27,500 હજાર રૂપિયા આવશે તે વધારાનું હશે.

 • પેન્શન ખાતું
 • એન્યુટી 40 ટકા
 • અંદાજિત વ્યાજ દર 8%
 • એકીકૃત રકમ 61.86 લાખ પ્રાપ્ત થઈ
 • માસિક પેન્શન રૂ .27496

જોકે તે બજાર સાથે જોડાયેલ પ્રોડક્ટ છે. તેમાં રિટર્નમાં બદલાવની શક્યતા છે. કોઈ પણ રોકાણનો અર્થ છે તેમાં ખૂબજ ઝડપી રોકાણ ચાલુ કરી દેવું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!