GSTV

દરોડા / જયપુરના જ્વેલરી ને જેમ્સ ગ્રુપમાં ITનો સપાટો, ઝડપાયું રૂપિયા 500 કરોડનું કાળું નાણું

IT-raid-in-jaipur-jewellery-gems-group

Last Updated on December 2, 2021 by Dhruv Brahmbhatt

આવકવેરા વિભાગે જયપુર સ્થિત જ્વેલરી અને રંગીન જેમ સ્ટોનના મેન્યુફેકચરિંગ અને નિકાસ સાથે સંકળાયેલ  ગ્રુપમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું શોધી કાઢ્યું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

it-raid

આવકવેરા વિભાગે ગ્રુપના પાંચ પરિસરોમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું હતું. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર કરોડ રૂપિયા રોકડા અને ૯ કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરી હતી.

જૂથે ૭૨ કરોડ રૂપિયાની બ્લેક ઇન્કમ સ્વીકારી લીધી

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ગ્રુપમાંથી કુલ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની બ્લેક ઇન્કમ શોધવામાં આવી છે. જે પૈકી જૂથે ૭૨ કરોડ રૂપિયાની બ્લેક ઇન્કમ સ્વીકારી લીધી છે. 

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી) આવકવેરા વિભાગના નિર્ણયો લેતી ઉચ્ચ સંસ્થા છે. સીબીડીટીએ દાવો કર્યો છે કે આ જૂથ આફ્રિકાના દેશોમાંથી કીંમતી પથ્થરો આયાત કરી જયપુરમાં તેના પર પ્રોસેસ કરવામાં આવતી હતી.

cbdt

સીબીડીટીએ આરોપ મૂક્યો છે કે આ કીંમતી પથ્થરોનો અમુક ભાગ રોકડમાં વેચી દેવામાં આવતો હતો. જેના દ્વારા કાળા નાણાનું સર્જન થતું હતું અને ચોપડે તેની કોઇ નોંધ કરવામાં આવતી ન હતી.

આ કાળા નાણાંનો ઉપયોગ રોકડમાં લોન આપવા માટે કરવામાં આવતો હતો. આ માટે એક ફાઇનાન્સિયલ બ્રોકરની નિમણૂક કરવામાં આવી હતી. રોકડમાં લોેન આપવી અને તેના પર ઉંચા દરે વ્યાજ વસૂલ કરવાના દસ્તવેજો આવકવેરા વિભાગે જપ્ત કરી લીધા છે. 

READ ALSO :

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!