GSTV
Trending ગુજરાત

1600થી વધુ ડોક્ટરોએ ગ્રામિણ વિસ્તારમાં સેવા આપવાનો કર્યો ઈનકાર, સરકારે 49 કરોડ વસુલવાના બાકી

ગુજરાત સરકારે બુધવારે વિધાનસભાને માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી મેડિકલ કોલેજોમાંથી પાસ આઉટ થયેલા 1,600 MBBS સ્નાતકોએ પ્રવેશ સમયે બોન્ડ પર સહી કરવાની હોવા છતાં તેઓ ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપતા નથી. સરકારી કોલેજોમાં મેડિકલ વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કર્યા પછી એક વર્ષ માટે ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવાનું વચન આપતા બોન્ડ પર સહી કરવી પડે છે. ડોકટરો સરકારને 40 લાખ રૂપિયા ચૂકવીને બોન્ડ તોડી શકે છે. આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 2019 અને 2021 વચ્ચે, 1630 મેડિકલ ગ્રેજ્યુએટ્સ કોર્સ પૂર્ણ કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં આવ્યા ન હતા.

ડોક્ટરો

1155 ડોક્ટરો પાસેથી 49.35 કરોડ વસૂલ કરવામાં આવશે

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ 1,630 ડોકટરોમાંથી, રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવાનો ઇનકાર કરતા 1,155 ડોકટરો પાસેથી 49.35 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. તેમણે કહ્યું કે આ રકમની વસૂલાતની પ્રક્રિયા હજુ પણ સંબંધિત અધિકારીઓ દ્વારા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પટેલ દ્વારા ગૃહમાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે સૌથી વધુ આદિવાસી બહુલ દાહોદ અને છોટાઉદપુર જિલ્લામાં ડોકટરોએ સેવા આપવાનો ઇનકાર કર્યો હતો.

doctor

ડેટા દર્શાવે છે કે દાહોદમાં 377 ડોકટરોએ સેવા આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે 242 ડોકટરો છેલ્લા ત્રણ વર્ષમાં છોટાઉદપુર ગયા ન હતા. ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન નીતિન પટેલે એકવાર વિધાનસભામાં કહ્યું હતું કે અનુસૂચિત જનજાતિ સમુદાયના ડોકટરો પણ અભ્યાસ પૂરો કર્યા પછી આદિવાસી વિસ્તારોમાં સરકારી હોસ્પિટલોમાં સેવા આપવા તૈયાર નથી.

READ ALSO:

Related posts

દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Hardik Hingu

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla
GSTV