GSTV
Gujarat Government Advertisement

Jioની ફરિયાદ પર એરટેલ, વોડાફોન, આઈડિયા પર લાગશે 3050 કરોડ રૂપિયાનો દંડ

Last Updated on July 25, 2019 by Mansi Patel

રિલાયન્સ જીયોને ઈન્ટરકનેક્શન ન આપવાના મામલામાં એરટેલ, વોડાફોન અને આઈડિયા પર 3,050 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. ડિજીટલ કોમ્યુનિકેશન કમિશન (DCC)એ આ મામલામાં TRAIની ભલામણને યથાવત રાખી છે. ટ્રાઈએ બંને ટેલિકોમ ઓપરેટર પર સમ્મલિત રૂપથી આ દંડ ફટકારવાની ભલામણ કરી હતી. રિલાયન્સ જીયોએ ટ્રાઈમાં ફરિયાદ કરી હતીકે,તેના નેટવર્કનાં 75% કોલ્સ એટલા માટે ફેલ થઈ રહ્યા છે, કારણકે, એરટેલ, વોડાફોન અને આઈડિયાએ તેને પર્યાપ્ત સંખ્યામાં ઈન્ટરકનેક્શન પોઈન્ટ આપ્યા નથી. આ ફરિયાદનાં આધાર પર ઓક્ટોબર 2016માં ટ્રાઈએ દંડ લગાવવાની ભલામણ કરી હતી.

ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને કહ્યુ, ડીસીસીએ એરટેલ, વોડાફોન-આઈડિયા પર દંડની ભલામણનો અસ્વિકાર કર્યો છે. હવે ડીસીસી આ ભલામણને સરકાર સમક્ષ ઓથોરિટીને મોકલશે. ટ્રાઈએ એરટેલ અને વોડાફોન દરેક પર 1,050 કરોડ રૂપિયાનો દંડ અને આઈડિયા પર 950 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની વાત કહી હતી. ઓગષ્ટ 2018માં વોડાફોન અને આઈડિયા મર્જ થઈ ગઈ છે. જેથી તેને બહુ મોટો ઝટકો લાગશે, કારણકે હવે કંપનીને 2000 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

ડીસીસીએ પાછલા મહિને આ સ્વીકાર્યુ હતુકે, એરટેલ અને વોડાફોન-આઈડિયા પર દંડ લગાવવામાં આવે, પરંતુ તેમણે ટ્રાઈને કહ્યુ હતુકે, તે આની ઉપર વિચાર કરે કે, 3050 કરોડ રૂપિયાની દંડની રકમમાં થોડો ઘટાડો કરી શકે છે. કારણકે આ સેક્ટરની સ્થિતિ હાલમાં સારી નથી. પરંતુ ટ્રાઈએ તેમાં બદલાવનો ઈનકાર કરતાં કહ્યુ હતુકે, ટ્રાઈ એક્ટનાં પ્રાવધાનો મુજબ જ ચાલશે. તે સમયે ટ્રાઈએ આ કંપનીઓના ટેલિકોમ લાયસન્સ રદ્દ કરવા પર પણ વિચાર કરી રહી હતી.

પરંતુ તેણે એવું કર્યુ ન હતુ. નિયામકનું કહેવું હતુકે, તેનાંથી ગ્રાહકોને ઘણી અસુવિધા થશે. વોડાફોન અને આઈડિયાનાં વિલય બાદ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. જેનો આકાર લગભગ 1.6 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ જીયોના માર્કેટમાં આવ્યા બાદ ટેરિફ વોર ચાલી રહ્યુ છે. વોડાફોન-આઈડિયાનાં મર્જર બાદ બનેલી નવી કંપની ભારતી એરટેલ અને રિલાયન્સ જીયોને મોટો પડકાર આપી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!