GSTV

કૌભાંડ/ ગુજરાતમાં 2.36 લાખ ખેડૂતો સામે થશે કાર્યવાહી : સરકાર 220 કરોડની કરશે ઉઘરાણી, ચેક કરી લેજો તમારી પર ના થાય કેસ

ખેડૂત

Last Updated on July 26, 2021 by Bansari

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર નાના ખેડૂતોને આર્થિક સહાય કરે છે પણ ચોંકાવે તેવી વાત એછેકે, ઇન્કમટેક્સ ભરનારાં લોકોએ પણ પાત્ર ખેડૂત બની આ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઘણા સીમાંત ખેડૂતો છે જેમણે આ યોજનાનો લાભ લઇ લીધો છે. આવા અપાત્ર ગણાતાં લોકોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાની સહાય પેટે કરોડો રૂપિયા જમા થઇ ગયા બાદ કૃષિ મંત્રાલયને ખબર પડી છે. ગુજરાતમાં 2.36 લાખ અપાત્ર લોકોના ખાતામાં રૂા.220 કરોડ જેટલી માતબર રકમ જમા થઇ ગઇ છે.હવે આ રકમ પરત મેળવવા કેન્દ્રના કૃષિ મંત્રાલય કાર્યવાહી હાથ ધરી છે.

ખેડૂત

અયોગ્ય ખેડૂતોના ખાતામાં અધધ રૂા.220 કરોડ જમા થઇ ગયા

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતને કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે રૂા.6 હજારની નાણાંકીય સહાય કરવામાં આવે છે. જોકે, આ યોજનાની એક શરત એછેકે, યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ઇન્કમટેક્સ ભરતો ન હોવો જોઇએ.

આમ છતાંય કેટલાંય લોકો આ યોજનાનો લાભ મેળવ્યો છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે યોજનાના લાભ લેનારાં લોકોના દસ્તાવેજોની વેરિફિકેશન કરતાં આખીય વાતનો પર્દાફાશ થયો છે. અપાત્ર લોકોના ખાતામાં રકમ જમા થઇ ને હવે કૃષિ મંત્રાલયને ખબર પડી છે.

ગુજરાતમાં ખેડૂત જ નથી છતાં યોજનાનો લાભ લીધો હોય તેવા 2,36,543 લોકોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના નાણાં જમા થયા છે. આ બધાય લોકો યોજનાનો લાભ મેળવી શકે તેવી પાત્રતા ધરાવતા નથી.

ખેડૂત

અપાત્ર ખેડૂતોને નાણાં પરત કરવા નોટિસો ફટકારવામાં આવી

ઇન્કમટેક્સ ભરનારાં લોકોના બેંક ખાતા પ્રધાનમંત્રી કિસાન યોજનાનો આર્થિક લાભ લીધો છે. યોજનાનો નિયમ વિરૂધૃધ લાભ લેનારાં પાસેથી કુલ 220,76,08,000 રકમ પરત મેળવવા કેન્દ્રના કૃષિ મંત્રાલયે કાર્યવાહી શરૂ કરી છે. અપાત્ર ખેડૂતોને નાણાં પરત કરવા નોટિસો ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ સમગ્ર વાત રજૂ કરી હતી.

આખાય દેશમાં કુલ મળીને 42.16 લાખ લોકોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના નાણાં જમા થયા છે જેઓ ખેડૂત જ નથી. ગુજરાત સહિત તમામ રાજ્યોમાં અપાત્ર ખેડૂતો પાસેથી આશરે ત્રણેક હજાર કરોડ રૂપિયા પરત મેળવવા કાર્યવાહી કરાઇ છે. સૌથી વધુ આસામમાં 8.35 લાખ લોકોએ અપાત્ર ખેડૂત બની આિર્થક લાભ મેળવ્યો છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!