GSTV

5 વર્ષમાં સહકારી બેન્કો સાથે 220 કરોડ રૂપિયાની ઠગાઈ, RBIનો ચોંકાવનારો રિપોર્ટ

મહારાષ્ટ્ર રાજ્યમાં PMC બેન્કની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં લોકોની જમા પૂંજીને કેવી રીતે સાઠગાંઠ દ્રારા છેતરપિંડી આચરી હતી. જ્યારે દેશની સહકારી બેન્કોને છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં છેતરપિંડીનાં કારણે રૂપિયા 220 કરોડથી વધું નુકશાન થયું છે.

આ દરમ્યાન બેન્કોમાં છેતરપિંડીનાં લગભગ 1000 કેસો સામે આવ્યા છે. જે ખૂબ ચોંકાવનારાં આંકડા છે, જેની જાણકારી ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પાસેથી મળી છે. RTI અંતર્ગત માંગવામાં આવેલી આ જાણકારીનાં જવાબમાં કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2018-19 દરમ્યાન 127.7 કરોડની છેતરપિંડીનાં કુલ 181 કેસ સામે આવ્યા હતા.

વર્ષ અને છેતરપિંડીનાં કેસો

  • 2017-18 99 કેસો 46.9 કરોડ રૂપિયા
  • 2016-17 27 કેસો 9.3 કરોડ રૂપિયા
  • 2015-16 187 કેસો 17.3 કરોડ રૂપિયા
  • 2014-15 478 કેસો 19.8 કરોડ રૂપિયા

કર્મચારીઓની જવાબદેહી પર ધ્યાન આપો બેન્ક

RTIમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2014-15 અને વર્ષ 2018-19 દરમ્યાન શહેરની સહકારી બેન્કોમાં 221 કરોડ રૂપિયાનાં કુલ 972 છેતરપિંડીનાં કેસો દાખલ કરવામાં આવ્યા છે. રિઝર્વ બેન્કનાં નિવેદન મુજબ બેન્કોએ RBIને આ મામલાં વિશે જાણકારી ખાસ રીતે આપવી જરૂરી છે. બેન્કો માટે તે આવશ્યક છે કે તેઓ કર્મચારીઓની જવાબ દેહી સાથે જોડાયેલાં સંબધિત પાસાઓ પર ધ્યાન આપે અને આંતરિક તમામ પ્રક્રિયા દ્રારા દોષીઓને યોગ્ય દંડ આપે.

સહકારી બેન્કોમાં કુલ કેટલી રકમ જમા

RBIએ આ મામલા પર શું કાર્યવાહીનું વિવરણ આપવાની ના પાડતા જણાવ્યું છે કે આ આંકડાઓ સરળતાથી ઉપલબ્ધ નથી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશભરમાં કુલ 1,544 શહેરની બેન્કોમાં 31 માર્ચ 2019 સુધી કુલ 4.84 લાખ કરોડ રૂપિયા જમા હતા. જેમાં સૌથી વધુ 3 લાખ કરોડ રૂપિયા મહારાષ્ટ્રની 496 બેન્કોમાં જમા છે, ગુજરાત રાજ્યમાં 55,102 કરોડ રૂપિયા 219 શહેરી સરકારી બેન્કોમાં, કર્ણાટકની 263 સહકારી બેન્કોમાં 41,096 કરોડ રૂપિયા જમા છે.

READ ALSO

Related posts

Coronavirus: કોવિડ-19 કે ફ્લૂ શિયાળામાં કેવી રીતે જાણશો? આ 2 મોટા સંકેતો જણાવશે તફાવત

Mansi Patel

સાબરકાંઠા/ વિજયનગરની પોળોમાં જતા હોય તો સાવધાન થઈ જશો, પોલીસે મુક્યો છે હાલ પ્રતિબંધ

pratik shah

‘ગુડ ન્યુઝ’ માટે સંબંધોની અદલા-બદલી, સાસુ-વહુના સંબંધને અલગ દિશા આપશે આ સીરિયલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!