GSTV

જૂનાગઢમાં હોમ કેર પ્રોડકટમાં રોકાણ કરાવી રૂા.21.71 લાખની છેતરપિંડી

જૂનાગઢમાં બિલખા રોડ પર રહેતા એક યુવાન સહિત ચાર લોકોને હોમકેર પ્રોડકટમાં ચાર ટકા નફો મળશે તથા છ માસ બાદ બધી રકમ પરત મળશે તેવી લાલચ આપી ૨૧.૭૧ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ નફો તો ઠીક પરંત ુરોકાણ કરેલી રકમ પરત આપ્યા વગર જ  ખલીલપુર રોડ પર રહેતો શખ્સ નાસી ગયો હતો. આ અંગે ફરિયાદ થતા બી ડિવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના બિલખા રોડ પર મેઘાણીનગર વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ ચંદ્રકાંતભાઈ કક્કડને ખલીલપુર રોડ પર રહેતા અને સરદાર પરામાં શાહ હોમ કેર પ્રોડકટ નામની દુકાન ધરાવતા યતિષ વિરેન્દ્ર શાહે હોમ કેર પ્રોડકટસ કંપનીમાં રોકાણ કરવાથી દર મહિને ચાર ટકા નફો મળશે. છ મહિના બાદ રોકાણ કરેલી રકમ પરત મળશે. તેવી લાલચ આપી હતી. 

ઘનશ્યામભાઈએ વિશ્વાસમાં આવી જઈ કટકે કટકે યતિષ શાહને ૧૨.૭૧ લાખ રૂપિયા આપી હોમ કેર પ્રોડકટમાં રોકાણ માટે આપ્યા હતા. આ ઉપરાંત અન્ય ચાર લોકોએ પણ નવ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ૨૭ ફેબુ્ર.૨૦૧૯ના કરેલા આ રોકાણ બાદ નફો તો ઠીક પરંતુ રોકાણ કરેલી, રકમ પણ પરત આપ્યા વગર યતિષ શાહ ભાગી ગયો હતો. આમ હોમ કેર પ્રોડકટમાં રોકાણના નામે કુલ ૨૧.૭૧ લાખની છેતરપિંડી થઈ હતી.  આ અંગે ઘનશ્યામભાઈ કકકડે યતિષ વિરેન્દ્ર શાહ સામે ફરિયાદ કરતા બી ડિવીઝન પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!