GSTV

દિલ્હી અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારને 19 લાખ રૂપિયાની સહાય અપાશે

દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં આવેલી ઇમારતમાં લાગેલી ભિષણ આગમાં 43 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 19-19 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સમગ્ર ઘટનાની મેજિસ્ટેરિયલ તપાસના આદેશ આપ્યા અને જણાવ્યું કે દિલ્હી સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 10-10 લાખની સહાય આપવામાં આવશે. જ્યારે કે ઘાયલોને રૂપિયા 1-1 લાખની વળતર ચુકવાશે.

તો બીજી તરફ પીએમ મોદીએ વડાપ્રધાન રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી. જ્યારે કે ઘાયલોને 50-50 હજારની વળતર આપવાનું એલાન કર્યું. આ તરફ ભાજપે મૃતકોના પરિવારને રૂપિયા 5-5 લાખની મદદ કરવાની ઘોષણા કરી. જ્યારે કે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે બિહાર સાથે સંબંધ ધરાવનારા મૃતકોના પરિવારજનોને રૂપિયા 2-2 લાખની સહાયની જાહેરાત કરી.

READ ALSO

Related posts

નવો નિયમ/ આજથી ચુકવવો પડશે આટલો વધુ ટોલ ટેક્સ, જાણો તમારા ખિસ્સા પર પડશે કેટલો બોજ

Bansari

ચમત્કાર: બે માછીમારોને દરિયામાં કંઇ તરતું દેખાતા નજીક જતાં બેભાન યુવતી મળી

pratik shah

અગત્યનું/ આજથી બદલાઇ રહ્યાં છે આ નિયમો, ખાસ વાંચી લેજો તમારા રોજિંદા જીવન પર થશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!