GSTV
Home » News » આઇટી વિભાગે બેંગાલુરુમાં બે મહિનાની લાંબી તપાસ બાદ 1200 કરોડનું કૌભાંડ ઝડપ્યું

આઇટી વિભાગે બેંગાલુરુમાં બે મહિનાની લાંબી તપાસ બાદ 1200 કરોડનું કૌભાંડ ઝડપ્યું

બેંગાલુરુમાં બે મહિનાની લાંબી તપાસને અંતે 1200 કરોડ રૂપિયાનું નકલી જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આવકવેરા અધિકારીના જણાવ્યા અનુસાર સુહેલ, બાશા અને હફીઝુર નામના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આ ત્રણેય શખ્શોએ 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર દર્શાવતા નકલી બિલો ઇશ્યુ કર્યા હતાં. કમિશનર ઓફ સેન્ટ્રલ ટેક્સ (દક્ષિણ બેંગાલુરુ) જી નારાયણ સ્વામીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે દક્ષિણ બેંગાલુરુની આઇટી ઓફીસ જીએસટી નેટવર્ક પર રજિસ્ટર્ડ નકલી કંપનીઓ તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક નકલી કંપનીઓ નકલી બિલ ઇશ્યુ કરતી હતી. નારાયણ સ્વામીના જણાવ્યા અનુસાર આ નકલી બિલોનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હતો. આ બિલો અંતે કેટલાક આયર્ન અને સ્ટીલ ઉત્પાદકો પાસે પહોંચ્યા હતાં. આ નકલી બિલોને આધારે તેમણે ઇનપુટ ક્રેડિટ મેળવી હતી.

12 નવેમ્બરે 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ તપાસ દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતાં. આ દરોડા દરમિયાન નકલી બિલ જનરેટ કરવામાં સામેલ ત્રણ માણસોની ધરપકડ કરવામાં આવી હતી.

આઇટી વિભાગે વધુમાં જણાવ્યું છે કે બાશા અને સુહેલે મળી 20 નકલી કંપની રજિસ્ટર્ડ કરાવી હતી. આ માટે તેમણે સંબધીઓ અને અન્યના નામનો પણ ઉપયોગ કર્યો હતો

Related posts

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતની થિયરી અપનાવશે

Karan

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

Bansari

દિલ્હી માથે ખતરો વધ્યો, સરકારને પણ ડર લાગતાં બોલાવી ઇમરજન્સી બેઠક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!