GSTV
Gujarat Government Advertisement

ચેન્નઈમાં IT વિભાગે ઓપરેશન પાર્કિંગ મની હેઠળ દરોડા પાડતા 100 કરોડ રોકડ અને 90 કિલો સોનું જપ્ત કર્યું

Last Updated on July 17, 2018 by

ઈન્કમટેક્સ વિભાગે સોમવારે ચેન્નઈમાં એક દરોડાની કાર્યવાહીમાં એકસો કરોડ રૂપિયાની રોકડ અને 90 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. આ દરોડો ચેન્નઈમાં સડક નિર્માણની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર નાગરાજન સેય્યુદુરઈની કંપની એસકેજી ગ્રુપના કાર્યાલયો પર પાડ્યો હતો. ઈન્કમટેક્સ વિભાગે સોમવારે સવારે છ વાગ્યે ઓપરેશન પાર્કિંગ મની નામથી ઓપરેશન શરૂ કર્યું હતું. તમિલનાડુમાં 22 અલગ-અલગ ઠેકાણાઓ પર દરોડોની કાર્યવાહી કરવામાં આવી છે.

નાગરાજનના તમિલનાડુના મુખ્યપ્રધાન ઈ. પલાનીસ્વામી સહીત એઆઈએ-ડીએમકેના ઘણાં નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. દરોડા દરમિયાન ઝડપાયેલા 100 કરોડ રૂપિયાની રોકડનો કોઈ રેકોર્ડ નહીં હોવાનું કાર્યવાહી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું છે. દરોડાની કાર્યવાહી હજીપણ ચાલુ છે. આ ઓપરેશન ઈન્કમટેક્સ વિભાગની ચેન્નઈ ખાતેની તપાસ ટીમ ચલાવી રહી છે. અધિકારીઓ મુજબ. કેશ ટ્રાવેલ બેગમાં ભરીને પાર્કિંગમાં રાખવામાં આવેલી કારમાં મૂકવામાં આવી હતી. અધિકારીઓ મુજબ ચેન્નઈના 17, અરુપ્પુકોટ્ટઈના ચાર અને વેલ્લોરના કટપડીના એક ઠેકાણા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ તપાસ મંગળવારે પણ ચાલુ રહેવાની સંભાવના છે.

હાઈવે અને નાના પોર્ટ્સ સાથે જોડાયેલું મંત્રાલય મુખ્યપ્રધાન ઈ. પલાનીસ્વામી પાસે છે. અહેવાલો મુજબ. અધિકારી જપ્ત કરવામાં આવેલી રોકડ, સોનાના બિસ્કિટ અને દસ્તાવેજોની માહિતી અને તેના સ્ત્રોતનો ખુલાસા સંબંધિત કામગીરી કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટી ડેમકેનો આરોપ હતો કે નાગરાજન પાસે મુખ્યપ્રધાનની બેનામી સંપત્તિ હતી અને પક્ષપાત કરીને મુખ્યપ્રધાને સગાસંબંધીઓને સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા છે. નાગરાજન સેય્યદુરઈની ચેન્નઈ અને મદુરઈમાં ઘણી કન્સ્ટ્રક્શન કંપનીઓ છે. હાલ તેમની કંપની મદુરઈથી તિરુમંગલમ વચ્ચે ફોરલેન સડક બનાવી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા

Bansari

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!