GSTV
Business Trending

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

યુક્રેન પર હુમલા બાદ રશિયામાંથી કરવામાં આવતા ડોલરમાં વિદેશી પેમેન્ટ પર પ્રતિબંધના કારણે ભારતીય ઓઈલ કંપનીઓની આઠ અબજ રૂબલ એટલેકે અંદાજે રૂ. 1000 કરોડની ડિવિડન્ડની આવક અટવાઈ ગઈ છે. 

દેશની ખાનગી ક્ષેત્રની ઓઈલ કંપનીઓના અધિકારીઓએ કહ્યું કે ભારતીય પેટ્રોલિયમ કંપનીઓએ રશિયામાં ચાર અલગ-અલગ અસ્કયામતોમાં હિસ્સાની લગભગ 5.46 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારતીય કંપનીઓને આ એસેટમાંથી ક્રૂડ અને ગેસના વેચાણમાંથી ડિવિડન્ડની આવક મળે છે. જોકે યુક્રેન સંકટ પછી રશિયન સરકારે યુએસ ડોલરમાં ચૂકવણી પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધને કારણે ભારતીય તેલ કંપનીઓ રશિયામાંથી તેમની આવક ઉપાડી શકતી નથી.

ભારતીય કંપનીઓ વાનકોર્નેફ્ટ ઓઇલ અને ગેસ ફિલ્ડમાં 49.9 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તાસ-યુરિયાખ નેફ્ટજેજોડોબીચા ફિલ્ડમાં 29.9 ટકા હિસ્સો ધરાવે છે. ONGCની વિદેશી કંપની ONGC વિદેશ લિમિટેડ (OVL) પશ્ચિમ સાઇબિરીયામાં વાંકોર ક્ષેત્રમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. ઈન્ડિયન ઓઈલ, ઓઈલ ઈન્ડિયા અને ભારત પેટ્રો રિસોર્સિસ લિમિટેડ પણ આ સેક્ટરમાં 23.9 ટકા હિસ્સો ધરાવે છે. ગ્રૂપની તાસ ક્ષેત્રમાં પણ 29.9 ટકા હિસ્સો છે. OVL દૂર-પૂર્વ રશિયામાં સખાલિન-1 તેલ અને ગેસ ક્ષેત્રમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.

ભારતીય કંપનીઓના અધિકારીઓનું કહેવું છે કે આ ઓઈલ-ગેસ ફિલ્ડના કામકાજમાં યુદ્ધની કોઈ અસર થઈ નથી અને ત્યાંથી અગાઉની જેમ જ ઉત્પાદન થઈ રહ્યું છે. આ સિવાત રશિયા-યુક્રેન યુદ્ધથી રશિયામાં કંપનીઓના રોકાણ પર કોઈ અસર થઈ નથી.

MUST READ:

Related posts

મુશ્કેલ સમયમાં ઉદ્ધવને બચાવવા પત્ની રશ્મિ મેદાનમાં ઉતર્યા,  હોમ મિનિસ્ટરે સંભાળ્યો આ મોરચો

HARSHAD PATEL

વોટ્સએપની સીક્રેટ ટ્રીક! એન્ડ્રોઇડ પર ટાઈપ કર્યા વિના કોઈપણને મોકલી શકશો મેેસેજ

Hemal Vegda

સંજય રાઉતના ખભા પર બંદૂક રાખીને નિશાન સાધી રહી છે NCP – બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકર

GSTV Web Desk
GSTV