એસ એસ રાજામૌલી ની ફિલ્મ RRRએ દર્શકોને ખુબ રાહ જોવડાવી છે, રામ ચરણ (Ram Charan), જુનિયર એનટીઆર (Junior NTR), અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) અભિનીત ફિલ્મ RRR 25 માર્ચે રિલીઝ થવાની છે. પણ આ ફિલ્મને લઇને ફેન્સના ઇમોશનલ રોકાઇ નથી રહ્યાં. ત્યારે અમે તમારા માટે ફિલ્મનો પ્રથમ રિવ્યૂ લઇને આવ્યા છીએ.

RRR એક્ટર્સની પ્રશંસા
તમારે વધુ રાહ જોવાની હવે જરુર નથી, ઓવરસીજ સેંસર બોર્ડના મેમ્બર ઉમેર સંધુએ રાજામૌલીની ફિલ્મ RRR તેમણે જોઇ લીધી છે. આ ફિલ્મના રિવ્યૂ તેમણે ટ્વીટ કરીને જણાવ્યા છે. ફિલ્મ જોયા બાદ ઉમૈર સંધૂએ એકટર્સની ખૂબ પ્રશંસા કરી હતી. ખાસ કરીને તે જૂનિયર NTR થી ખૂબ ઇંપ્રેસ થયા છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, જૂનિયર એનટીઆર RRR ની આત્મા છે, રામચરણ સરસ ફોર્મમાં છે. રાજામૌલીએ શું ડેડ્લી કોમ્બિનેશન બનાવ્યું છે. બંને એ મળીને ફિલ્મમાં આગ લગાવી દીધી છે.
ફિલ્મને મળ્યા સ્ટાર ???
ઉમૈર સંધૂએ ફિલ્મ વિશે વધુમાં કહ્યું કે, ફિલ્મ RRR ને મિસ કરવી મોટી ભૂલ હશે. આ ફિલ્મની ગણતરી આગળ જઇને ક્લાસિક ફિલ્મોમાં થશે. RRR માં પાવર પેક્ડ સ્ટોરી થ્રિંલિગ બેકગ્રાઉન્ડ સ્કોર, ફર્સ્ટ રેટ પ્રોડક્શન ડિઝાઇનિંગ છે, શરુઆતથી અંત સુધી તમને ફિલ્મ બાંધીને રાખે છે. ફિલ્મ આરઆરઆરમાં બધા જ કલાકારોએ ખૂબ જ ઉંડી એક્ટીંગ કરી છે. રાજામૌલી ઓફિશિયલી ભારતના નંબર 1 ડાયરેક્ટર બની ગયા છે.

જૂનિયર એનટીઆરે લૂટ્યો શો
ઉમૈર સંધૂએ કહ્યું કે, આરઆરઆર ફિલ્મ જૂનિયર એનટીઆર સાથે સંબંધ ધરાવે છે. તે આ ફિલ્મની જાન છે. તેમની ધમાકેદાર પરફોર્મન્શ છે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે રિયલ હિરો છે. ક્રિટિકનાં કહ્યાં પ્રમાણે, અજય દેવગણ, ફિલ્મનાં સરપ્રાઇઝ પેકેઝ છે, તેમ કહી શકાય, તો આલિયા ભટ્ટ્ ફિલ્મમાં દમદાર લાગી રહી છે, ફિલ્મમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
READ ALSO:
- ભારતીય રેલવેનો નિર્ણય / ના વડીલો, ના કલાકાર, ના ખેલાડી… હવે ટ્રેન ટિકિટમાં માત્ર આ લોકોને મળશે છૂટ
- અલ્લુ અર્જૂનની પુષ્પા 2 માં સામંથા રૂથ પ્રભુનો કિલર લુક જોવા નહીં મળે, આ એક્ટ્રેસને કરાઈ રિપ્લેસ? નામ સાંભળતાં ચોંકી જશો
- શપથગ્રહણ પહેલા જ એક્શનમાં પુષ્કરસિંહ ધામી, યુનિફોર્મ સિવિલ કોડને લઇને કહી દીધી આ મોટી વાત
- માહિતી ખાતાની ભરતી પરીક્ષામાં વધુ એક છબરડો: વર્ગ-3ની ભરતી પણ આવી વિવાદોમાં
- અમદાવાદીઓ પાણી બચાવો! હવેના 5 વર્ષમાં શહેરને વધુ 19% પાણીની જરૂર પડી શકે