RRB NTPC, Group D & MI Categories Exam Dates 2020-21: રેલવે ભરતી બોર્ડે મંગળવારે, 1 ડિસેમ્બરે નૉન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (RRB NTPC), આરઆરસી ગ્રુપ ડી (લેવન 1) અને મિનિસ્ટ્રિયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીઝ (RRB MI)ના પહેલા ચરણ કંપ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT 1)ની તારીખોની ઘોષણા કરી છે. રેલવે ભરતી બોર્ડના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) વિનોદ કુમાર યાદવે એક વીડિયો કોન્ફ્રેંસિંગ દરમિયાન આ પરીક્ષાઓની તારીખો અંગે જાણકારી આપી.
35000 થી વધુ એનટીપીસી પોસ્ટ્સ માટેની પરીક્ષાઓ 28 ડિસેમ્બરથી શરૂ થશે અને માર્ચના અંત સુધીમાં પૂર્ણ થશે. તેમણે માહિતી આપી હતી કે ગ્રુપ ડી (લેવલ -1) ની 1.03 લાખથી વધુ પોસ્ટ્સની ભરતી માટે, 15 એપ્રિલ, 2021 થી જૂન 2021 દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવશે. કુલ 1,40,640 પોસ્ટ માટે 2 કરોડ 44 લાખ અરજીઓ હતી.

MI કેટેગરી 15 ડિસેમ્બરથી, NTPC 28 ડિસેમ્બરથી
આરબીઆઈ ચેરમેન દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રેલ્વે એમઆઈ કેટેગરીના અલગ અલગ પદની પરીક્ષાઓ માટે આયોજન 15 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી કરશે. આરબીઆઈ એમઆઈ કેટેગરીની પરીક્ષાઓ કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ મોડમાં આયોજીત કરશે. આ સાથે જ સીઈઓએ કહ્યુ હતું કે, રેલ્વે એનટીપીસીની પરીક્ષાઓ આ માસના અંતમાં 18 ડિસેમ્બરથી શરૂ થશે અને માર્ચ 2021 સુધીમાં અલગ અલગ તારીખો વિશે સીઈઓએ કહ્યુ હતું કે, લેવલ 1ના 1 લાખથી વધારે પદ માટે નિર્ધારિત પસંદગી પ્રક્રિયા અંતર્ગત પહેલા તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનું આયોજન 15 એપ્રિલ 2021 સુધી કરવામાં આવશે. આરઆરબી ગ્રુપ ડી, સીબીટી 2021 જૂન મહિના સુધીમાં અલગ અલગ તારીખો પર આયોજન કરવામાં આવશે.
જણાવી દઇએ કે તેની પહેલા રેલ મંત્રી પીયૂષ ગોયલ અને રેલવે ભરતી બોર્ડના ચેરમેન 5 સપ્ટેમ્બર 2020એ રેલવેની એનટીપીસી, એમઆઇ કેટેગરી અને લેવલ 1 (ગ્રુપ ડી) કેટેગરીની પરીક્ષાઓનું આયોજન 15 ડિસેમ્બરે કરવાની ઘોષણા કરી હતી. રેલવે દ્વારા ત્રણેય કેટેગરીમાં ગ્રુપ સી અને ગ્રુપ ડીના 1.4 લાખ પદો પર ભરતી થવા જઇ રહી છે.
આરઆરબી એનટીપીસી પસંદગી પ્રક્રિયા:
- તમામ પોસ્ટ્સ માટે 2 તબક્કામાં સીબીટી (સીબીટી 1 અને સીબીટી 2) હશે અને પછી સ્કિલ ટેસ્ટ થશે.
- સ્ટેશન માસ્ટર, ટ્રાફિક સહાયકની પોસ્ટ્સ માટે સ્કિલ ટેસ્ટ કમ્પ્યુટર બેસ્ડ એપ્ટીટ્યુડ ટેસ્ટ હશે.
- જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, જુનિયર ટાઇમ કીપર, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, જુનિયર એકાઉન્ટ્સ કમ ટાઇપીસ્ટ, સિનિયર ટાઇપ કીપર માટે ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ હશે.
- સીબીટી 2 માં તે જ પ્રવેશ કરી શકશે, જે સીબીટી 1 માં પાસ થશે. કુલ ખાલી જગ્યાના 20 ગણા ઉમેદવારોને સીબીટી 2 માં પ્રવેશ આપવામાં આવશે. સ્કિલ ટેસ્ટ એ જ ઉમેદવારની હશે જે સીબીટી 2 માં પાસ થશે. સ્કિલ ટેસ્ટ માટે કુલ ખાલી પદોના 8 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે.
- તે બાદ, ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન(ડીવી) અને તબીબી પરીક્ષણ હશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન (ડીવી) અને તબીબી પરીક્ષણ એ પસંદગી પ્રક્રિયાના અંતિમ તબક્કા હશે.
- અંતિમ પસંદગી – મેરિટ ઉપર આપેલા ચરણોના આધારે હશે.
READ ALSO
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?
- How To Make Puri Ka Halwa/ વધેલી પૂરીઓમાંથી બનાવો જોરદાર પૂરીનો હલવો, દરેક વ્યક્તિ પૂછશે તેની રેસિપી
- રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું, આગામી 22થી 26 દરમિયાન માવઠાની આગાહી
- બિલ્કીસ બાનો કેસ: CJI ડી.વાય ચંદ્રચુડ વિશેષ બેંચ બનાવવા માટે સંમત, જાણો કેમ જસ્ટિસ બેલા ત્રિવેદી સુનાવણીથી અલગ થયા
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત