GSTV
Gujarat Government Advertisement

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Last Updated on October 25, 2020 by Pravin Makwana

રાજસ્થાન રોયલ્સને મુંબઈ ઈંડિયંસે રવિવારના રોજ રમાયેલી આઈપીએલની મેચમાં 8 વિકેટે હરાવ્યુ છે. મુંબઈના 196 રનના ટાર્ગેટની સામે રાજસ્થાન રોયલ્સે 18.2 ઓવરમાં 2 વિકેટ ખોઈને 196 રન બનાવી લીધા હતા. રાજસ્થાન રોયલ્સ માટે બેન સ્ટોકે સૌથી વધારે નોટઆઉટ 107 રન ફટકાર્યા હતા. જ્યારે સંજૂ સૈમસને નોટઆઉટ 54 રન કર્યા હતા.

મુંબઈએ 196 રનનો ટાર્ગેટ આપ્યો

મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 195 રન કર્યા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 21 બોલમાં અણનમ 60 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે આ દરમિયાન 2 ફોર અને 7 સિક્સ મારી હતી. પંડ્યાની લીગમાં ચોથી ફિફટી છે. તેના સિવાય સૂર્યકુમાર યાદવે 40, ઈશાન કિશને 37 અને સૌરભ તિવારીએ 34 રનનું યોગદાન આપ્યું હતું. રોયલ્સ માટે શ્રેયસ ગોપાલ અને જોફરા આર્ચરે 2-2, જ્યારે કાર્તિક ત્યાગીએ 1 વિકેટ લીધી હતી.

મુંબઈની પ્લેઈંગ 11:

કવિન્ટન ડી કોક(વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, પોલાર્ડ (કપ્તાન), કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

રાજસ્થાનની પ્લેઈંગ 11:

રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજુ સેમસન(વિકેટકીપર), જોસ બટલર, સ્ટીવ સ્મિથ (કપ્તાન), રિયાન પરાગ, રાહુલ તેવટિયા, જોફરા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત અને કાર્તિક ત્યાગી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Dhruv Brahmbhatt

રાજ્યમાં હજુ પણ પરિસ્થિતિ ચિંતાજનક, કોરોનાના કેસ ભલે ઘટ્યાં પરંતુ વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો

Dhruv Brahmbhatt

આખરે આ કોરોનાનો અંત ક્યારે? : આ રિપોર્ટ વાંચશો તો ફફડી જશો, દાવો કરાયો કે કોરોના ક્યારેય પણ ખતમ નહીં થાય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!