GSTV
Home » News » IPL 2019: કિંગ્સ પંજાબે રાજસ્થાન રૉયલ્સને આપ્યો 185 રનનો લક્ષ્યાંક

IPL 2019: કિંગ્સ પંજાબે રાજસ્થાન રૉયલ્સને આપ્યો 185 રનનો લક્ષ્યાંક

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિમમાં રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ આમને-સામને છે. આઈપીએલ-12ની સિઝનમાં આ બંનેનો પ્રારંભિક મુકાબલો છે. અજિંક્ય રહાણેની આગેવાનીવાળી રાજસ્થાન રૉયલ્સ ટીમ ઘરેલુ સ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. તો રવિચંદ્રન અશ્વિનની આગેવાનીવાળી પંજાબની ટીમ રાજસ્થાનને મોટું લક્ષ્ય આપવાનો ગળાકાપ સંઘર્ષ કરશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 12ની ચોથી મેચ રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુરમાં રમાઈ રહી છે. રાજસ્થાને ટૉસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને રાજસ્થાનને 185 રનોનું લક્ષ્ય આપ્યું છે.

કિંગ્સ ઈલેવન પંજાબની ઈનિંગ

પંજાબની પ્રારંભિક શરૂઆત ખૂબ ધીમી રહીં, પરંતુ પ્રથમ ઓવરમાં ચોથા બોલે લોકેશ રાહુલ આઉટ થયાં. લોકેશ રાહુલે માત્ર 4 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 4 રન કર્યા. 8.5 ઓવરમાં મયંક અગ્રવાલની બીજી વિકેટ પડી. મયંક અગ્રવાલે 24 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા મારીને 22 રન કર્યાં. પરંતુ કૃષણપ્પા ગૌથમની બોલિંગમાં ધવલ કુલકર્ણીએ કેચ કરતા અગ્રવાલ આઉટ થયાં. બેન સ્ટોક્સે બોલિંગ કરી ત્યારે પંજાબને ત્રીજો ઝાટકો લાગ્યો.

15મી ઓવરના પાંચમા બોલમાં ક્રિસ ગેલે રાહુલ ત્રિપાઠીને કેચ આપ્યો. જોકે, ક્રિસ ગેલની ધુઆધાર ઈનિંગથી પંજાબે રાજસ્થાન રોયલ્સને 185 રનનો લક્ષ્યાંક આપ્યો. ક્રિસ ગેલે 47 બોલમાં 8 ચોગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 79 રન બનાવ્યાં હતાં. ત્યારબાદ 19.1 ઓવરમાં સ્ટોક્સની બોલમાં નિકોલસ પૂરને રહાણેને કેચ આપતા આઉટ થયાં. નિકોલસ પૂરને 14 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યાં.

ક્રિસ ગેલના કારણે પંજાબે આપ્યો 185 રનનો લક્ષ્યાંક

ક્રિસ ગેલની ધમાકેદાર 47 બોલમાં 79 રનોની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રૉયલ્સની સામે આઈપીએલ ની મેચમાં સોમવારે ચાર વિકેટ પર 184 રન બનાવ્યાં. ગેલ સિવાય સરફરાજ ખાને અણનમ રહીને 46 રન બનાવ્યાં. રાજસ્થાન રૉયલ્સ તરફથી બેન સ્ટોક્સે 4 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી.

કિંગ્સ ઈલેવન પંજાબને મળી પ્રથમ બેટિંગ

રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

કિંગ્સ ઈલેવન પંજાબ XI

ક્રિસ ગેલ, લોકેશ રાહુલ (વિકેટ કીપર), મયંક અગ્રવાલ, સરફરાઝ ખાન, નિકોલસ પૂરન, મનદીપ સિંહ, સૈમ કુરેન, રવિચંદ્રન અશ્વિન (કેપ્ટન), મોહમ્મદ શમી, મુજીબ ઉર રહમાન, અંકિત રાજપૂત

રાજસ્થાન રૉયલ્સ XI

અજિંક્ય રહાણે (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સ્ટીવન સ્મિથ, બેન સ્ટોક્સ, સંજૂ સૈમસન, કૃષ્ણપ્પા ગૌતમ, રાહુલ ત્રિપાઠી, શ્રેયસ ગોપાલ, જોફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, ધવલ કુલકર્ણી

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar