GSTV
Home » News » આટલા વર્ષોથી નહીંને હવે Royal Enfield પર આવો આરોપ લાગ્યો બોલો! જાણો શું છે મામલો

આટલા વર્ષોથી નહીંને હવે Royal Enfield પર આવો આરોપ લાગ્યો બોલો! જાણો શું છે મામલો

Royal Enfield

ઓટો પાર્ટ્સ બનાવતી ફ્લેશ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ બાઇક કંપની રોયલ એનફિલ્ડ વિરુદ્ધ અમેરિકામાં કેસ દાખલ કર્યો છે. ફ્લેશ કંપનીએ એક ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સના ઉત્પાદનમાં રોયલ એનફિલ્ડ પર પેટન્ટના ભંગનો આરોપ લગાવ્યો છે.

ફ્લેશ કંપનીનું કહેવું છે કે રોયલ એનફિલ્ડે રેગ્યુલેટર રેક્ટિફાયર ડિવાઇસ અને  આ માટે આઉટપુટ વોલ્ટેજ રેગ્યુલેટિસની સિસ્ટમ સંબંધિત પેટન્ટનો ભંગ કર્યો છે. આ પ્રોડક્ટ માટે ફ્લેશ કંપની ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકામાં પેટન્ટ હાંસલ કર્યું હતું. ત્યારથી ફ્લેશ ઇલેક્ટ્રોનિક્સ આ પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહી છે. સાથે ભારત સહિત અન્ય દેશોમાં ટોચની ટુ-વ્હીલર્સ કંપનીને તેની સપ્લાય કરી રહી છે.

ફ્લેશ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના ફાઉન્ડર અને એમડી સંજીવ વાસદેવનું કહેવું છે કે તેમની કંપનીના અધિકારીઓએ ગયા વર્ષે ઓક્ટોબરમાં રોયલ એનફિલ્ડ સાથે સંપર્ક કરી પરસ્પર સહમતિથી આ કેસનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોયલ એનફિલ્ડ તરફથી સમાધાન થયું નહોતું.

વાસદેવનું કહેવું છે કે દુનિયાભરમાં રોયલ એનફિલ્ડને પેટન્ટનો ભંગ કરતા રોકવા અને તેના વિરુદ્ધ દંડ વસૂલવા માટે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અમેરિકા સિવાય ફ્લેશ જર્મની, ઇટાલી, યુકે, નેધરલેન્ડ, સ્વીડન, સ્પેન, ઓસ્ટ્રેલિયા, સ્વિઝરલેન્ડ અને તુર્કીમાં પણ પેટન્ટ હાંસલ કરવાનો દાવો કર્યો છે.

Read Also

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!