GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

પહેલીવાર સામે આવ્યો રોયલ એનફિલ્ડની ઈલેક્ટ્રિક બાઈકનો લુક, લોન્ચિંગ પહેલા જાણો વિગતો

બાઈક નિર્માતા કંપની રોયલ એનફિલ્ડે છેલ્લા કેટલાક સમયમાં અનેક નવા મોડલ માર્કેટમાં રજુ કર્યા છે. જેમાં રોયલ એનફિલ્ડ સુપર મીટિઅર 650 અને રોયલ એનફિલ્ડ હન્ટર જેવી બાઈક પણ સામેલ છે. કંપનીએ પહેલા જ જણાવ્યું હતું કે રોયલ એનફિલ્ડ ઈલેક્ટ્રિક બાઈક પર પણ કામ કરી રહી છે.  આ કંપનીની પહેલી ઈલેક્ટ્રિક બાઈક હશે.

ઓટોકાર ઈન્ડિયાએ તેના એક રિપોર્ટમાં રોયલ એનફિલ્ડ ઈલેક્ટ્રિક બાઈક કોન્સેપ્ટની તસ્વીર જાહેર કરી છે. જેને વર્તમાન સમયમાં ઈલેક્ટ્રિક01 નામ આપવામાં આવ્યું છે.

કેવું છે લુક?

તસવીરો દર્શાવે છે કે રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક બાઈકમાં ગર્ડર ફોર્ક સાથે નિયો-રેટ્રો ડિઝાઈન હશે. નોંધનીય છે કે તે એક ઈલેક્ટ્રિક બાઈક હોવા છતાં  તેમાં પરંપરાગત ઈંધણની ટાંકી છે. EVમાં ક્લાસિકલ રાઉન્ડ હેડલાઇટ, એલોય વ્હીલ્સ અને એક અનોખી ચેસિસ પણ છે.

ક્યારે થશે લોન્ચ?

રોયલ એનફિલ્ડ ઈલેક્ટ્રિક01 હજુ કોન્સેપ્ટ તબક્કામાં છે. કંપનીને  બાઈકના પ્રોડક્શન વર્ઝનને લોન્ચ કરવામાં થોડો સમય લાગી શકે કરશે. પાછલા લોન્ચિંગમાં જોયું છે કે રોયલ એન્ફિલ્ડ તેના પ્રોડક્ટની ટેસ્ટિંગમાં ઘણો સમય લે છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવતા વર્ષના અંત સુધીમાં ઈલેકટ્રીક બાઈક રજુ કરી શકે છે.

વર્તમાન સમયમાં રોયલ એનફિલ્ડ ભારતમાં રોયલ એનફિલ્ડ સુપર મીટિઅર 650 મોટરસાઇકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ પહેલાથી જ આ બાઈક માટે પ્રી-બુકિંગ શરૂ કરી દીધીં છે અને રોયલ એનફિલ્ડ સુપર મેટિયોર 650ની ડિલિવરી જાન્યુઆરીથી શરૂ થશે.

Also Read

Related posts

શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…

Padma Patel

લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ

Siddhi Sheth

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel
GSTV