GSTV
Home » News » અડધી કિંમતે ઘરે લઇ જાઓ ધાકડ Royal Enfield, ઑફર જાણશો તો ખુશ થઇ જશો

અડધી કિંમતે ઘરે લઇ જાઓ ધાકડ Royal Enfield, ઑફર જાણશો તો ખુશ થઇ જશો

ભારતમાં રૉયલ એન્ફીલ્ડનો ક્રેઝ દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ ઉપરાતં વિદેશોમાં પણ આ બાઇકને લઇને દિવાનગી એટલી જ છે. ભારતમાં નવીની સાથે જૂની બાઇક્સ ખરીદનારાઓની સંખ્યા ઓછી નથી. ભારે-ભરખમ બાઇક અને તેનાથી પણ ભારે તેનો અવાજ જે સૌકોઇને તેના ફેન બનાવી દે છે. ગત કેટલાંક વર્ષોથી રૉયલ એન્ફીલ્ડની બાઇક્સના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. જે લોકો નવી બાઇક ખરીદી નથી શકતાં તે પોતાનો શોખ પૂરો કરવા માટે સેકેન્ડ હેન્ડ રૉયલ એનફીલ્ડ ખરીદવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે આશરે અડધી કિંમતે તમને સારી બાઇક મળી જાય છે.

Droom વેબસાઇટ પર તમે સેકેન્ડ હેન્ડ રૉયલ એન્ફીલ્ડના અનેક મોડલ સરળતાથી મળી જશે, જ્યાં 47 હજાર રૂપિયાની Thunderbird 350cc અને 64 હજાર રૂપિયાની Classic 350cc જેવી બાઇક્સ સરળતાથી મળી જાય છે.

Droom પર એક સિલ્વર કલરની Royal Enfield Classic 350cc વેચાઇ રહી છે. મોડલ 2011નું છે. બાઇકના ઓનર ફર્સ્ટ છે. આ બાઇક કુલ 60,138 કિમી ચાલી છે. તેની સેલિંગ પ્રાઇસ 64,000 રૂપિયા છે. બાઇકની કંડીશન સારી છે. તમે ઇચ્છો તો વેચનાર સાથે પણ સંપર્ક સાધી શકો છો. આ મેલ ગુરુગ્રામ બેઝ્ડ છે.

Droom પર 2005 મોડેલની Royal Enfield Thunderbird 350ccની સેલિંગ પ્રાઇસ 49,000 રૂપિયા છે. બાઇકની કંડીશન ઘણી સારી છે. આ બાઇક કુલ 25000 કિમી ચાલી છે. બાઇકના ઓનર ફર્સ્ટ છે. આ મોડલ ચેન્નઇ બેઝ્ડ છે.

Royal Enfield

સેકેન્ડ હેન્ડ બાઇક ખરીદતી વખતે સૌથી પહેલાં બાઇકની સમગ્ર હિસ્ટ્રી ચેક કરી લો. બાઇક સાથે સંબંધિત તમામ દસ્તાવેજ ચેક કરો, પેમેન્ટ કેશમાં નહી ચેકથી કરો. તમે તમારી સાથે કોઇ સારા મિકેનિકને પણ લઇ જઇ શકો છો. ભાવતાલ જરૂર કરો. સમગ્ર ડીલના પેપર્સ બનાવો અને તેના પર હસ્તાક્ષર પણ કરાવો જેથી ભવિષ્યમાં કોઇ મુશ્કેલી ન આવે.

Read Also

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!