ભારતમાં રૉયલ એન્ફીલ્ડનો ક્રેઝ દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. આ ઉપરાતં વિદેશોમાં પણ આ બાઇકને લઇને દિવાનગી એટલી જ છે. ભારતમાં નવીની સાથે જૂની બાઇક્સ ખરીદનારાઓની સંખ્યા ઓછી નથી. ભારે-ભરખમ બાઇક અને તેનાથી પણ ભારે તેનો અવાજ જે સૌકોઇને તેના ફેન બનાવી દે છે. ગત કેટલાંક વર્ષોથી રૉયલ એન્ફીલ્ડની બાઇક્સના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે. જે લોકો નવી બાઇક ખરીદી નથી શકતાં તે પોતાનો શોખ પૂરો કરવા માટે સેકેન્ડ હેન્ડ રૉયલ એનફીલ્ડ ખરીદવાનું પસંદ કરે છે. ખાસ વાત એ છે કે આશરે અડધી કિંમતે તમને સારી બાઇક મળી જાય છે.

રૉયલ એન્ફીલ્ડની રાઇડ કોને પસંદ ન આવે. દરેક ઉંમરના લોકોને રૉયલ એન્ફીલ્ડ ખૂબ જ પસંદ છે. જો તમે સેકેન્ડ હેન્ડ બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તેના માટે તમે દિલ્હીના કરોલ બાગ, લાજપત નગર, પુષ્પા ભવન જેવી જગ્યાએ જઇ શકો છો. અહીં તમને ઢગલાબંધ ઓપ્શન્સ મળી જાય છે. આ ઉપરાંત તમે ઑનલાઇન સર્ચ કરવા માગતા હોય તો તમે Quire,OLX પર પણ વિઝિટ કરી શકો છો. અહીં અમે તમને રૉયલ એન્ફીલ્ડની કેટલીક બાઇક્સ વિશે જણાવી રહ્યાં છીએ જે માત્ર 45 હજાર રૂપિયામાં તમને મળી જશે. Droom વેબસાઇટ પર તમે સેકેન્ડ હેન્ડ રૉયલ એન્ફીલ્ડના અનેક મોડલ સરળતાથી મળી જશે, જ્યાં 47 હજાર રૂપિયાની Thunderbird 350cc અને 64 હજાર રૂપિયાની Classic 350cc જેવી બાઇક્સ સરળતાથી મળી જાય છે.

Droom પર એક સિલ્વર કલરની Royal Enfield Classic 350cc વેચાઇ રહી છે. મોડલ 2011નું છે. બાઇકના ઓનર ફર્સ્ટ છે. આ બાઇક કુલ 60,138 કિમી ચાલી છે. તેની સેલિંગ પ્રાઇસ 64,000 રૂપિયા છે. બાઇકની કંડીશન સારી છે. તમે ઇચ્છો તો વેચનાર સાથે પણ સંપર્ક સાધી શકો છો. આ મેલ ગુરુગ્રામ બેઝ્ડ છે.

Droom પર 2005 મોડેલની Royal Enfield Thunderbird 350ccની સેલિંગ પ્રાઇસ 49,000 રૂપિયા છે. બાઇકની કંડીશન ઘણી સારી છે. આ બાઇક કુલ 25000 કિમી ચાલી છે. બાઇકના ઓનર ફર્સ્ટ છે. આ મોડલ ચેન્નઇ બેઝ્ડ છે.

સેકેન્ડ હેન્ડ બાઇક ખરીદતી વખતે સૌથી પહેલાં બાઇકની સમગ્ર હિસ્ટ્રી ચેક કરી લો. બાઇક સાથે સંબંધિત તમામ દસ્તાવેજ ચેક કરો, પેમેન્ટ કેશમાં નહી ચેકથી કરો. તમે તમારી સાથે કોઇ સારા મિકેનિકને પણ લઇ જઇ શકો છો. ભાવતાલ જરૂર કરો. સમગ્ર ડીલના પેપર્સ બનાવો અને તેના પર હસ્તાક્ષર પણ કરાવો જેથી ભવિષ્યમાં કોઇ મુશ્કેલી ન આવે.
Read Also
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….