GSTV
Home » News » IPL 2019: આ ટીમે કર્યા સૌથી વધુ કેચ, તો કોહલીની RCB કેચ છોડવામાં નંબર વન

IPL 2019: આ ટીમે કર્યા સૌથી વધુ કેચ, તો કોહલીની RCB કેચ છોડવામાં નંબર વન

IPL catch drop

ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં કેચ ડ્રોપ થવાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું છે. સોમવારની રાજસ્થાન રોયલ્સ-દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચની જ વાત કરવામાં આવે તો પાંચમી ઓવરમાં રહાણે ૧૬ રને રમતમાં હતો ત્યારે ઇશાંત શર્માએ તેનો કેચ ડ્રોપ કર્યો હતો. રહાણેએ આ જીવત્તદાનો ફાયદો ઉઠાવી શાનદાર સ્કોર ખડક્યો હતો.

વર્તમાન સિઝનમાં ૮ ટીમોએ કુલ ૭૯ કેચ ડ્રોપ કર્યા છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સૌથી વધુ ૨૦ કેચ ગુમાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરને કુલ ૫૦ ચાન્સ મળ્યા હતા, જેમાંથી તેણે ૩૦ કેચ ઝડપ્યા હતા. આમ, કેચ ઝડપવનો તેમનો કન્વર્ઝન રેટ માત્ર ૬૦ ટકા છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ કેચ ઝડપવામાં સૌથી સફળ રહી છે. પંજાબની ટીમને ૪૨ ચાન્સ મળ્યા છે અને જેમાં તેણે માત્ર પાંચ કેચ ડ્રોપ કર્યા છે. બીજી તરફ ચેન્નાઇની ટીમને ૬૫ ચાન્સ મળ્યા હતા અને તેમાંથી તેણે માત્ર ૮ કેચ ગુમાવ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ  સૌથી વધુ ચાર કેચ ગુમાવ્યા છે. યુસુફ પઠાણ, લોકી ફર્ગ્યુસન, ક્રિષ્નાપ્પા ગૌથમ એવા ફિલ્ડર છે જેઓને કેચ ઝડપવાના બે ચાન્સ મળ્યા છે અને બંને વખત કેચ ડ્રોપ કર્યા છે.

ટીમ    ચાન્સ  કેચ કર્યા       ડ્રોપ    કન્વર્ઝન

પંજાબ ૪૨     ૨૭     ૦૫     ૮૮.૧૦%

ચેન્નાઇ ૬૫     ૫૭     ૦૮     ૮૭.૭૦%

દિલ્હી  ૫૮     ૪૮     ૧૦     ૮૨.૮૦%

મુંબઇ  ૫૫     ૪૫     ૧૦     ૮૧.૮૦%

રાજસ્થાન      ૪૨     ૩૨     ૧૦     ૭૬.૨૦%

હૈદરાબાદ      ૪૯     ૩૬     ૧૩     ૭૩.૫૦%

કોલકાતા       ૩૭     ૨૪     ૧૩     ૬૪.૯૦%

બેંગલોરે       ૫૦     ૩૦     ૨૦     ૬૦.૦૦%

કયા ફિલ્ડરે એકપણ કેચ ગુમાવ્યા નથી?

પ્લેયર ચાન્સ  કેચ    કન્વર્ઝન

રિષભ પંત     ૧૩     ૧૩     ૧૦૦%

દીપક હૂડા     ૧૦     ૧૦     ૧૦૦%

હાર્દિક પંડયા   ૦૯     ૦૯     ૧૦૦%

કયા ફિલ્ડરે સૌથી વધુ કેચ ડ્રોપ કર્યા?

પ્લેયર ચાન્સ  ડ્રોપ્ડ   કન્વર્ઝન

વિરાટ કોહલી  ૦૬     ૦૪     ૩૩%

જોફ્રા આર્ચર   ૦૬     ૦૩     ૫૦%

યુસુફ પઠાણ   ૦૨     ૦૨     ૦૦%

લોકી ફર્ગ્યુસન ૦૨     ૦૨     ૦૦%

કે. ગૌથમ      ૦૨     ૦૨     ૦૦%

(*૨૧ એપ્રિલ સુધીના તમામ આંકડા)

Read Also

Related posts

શ્રદ્ધા કપૂર છેલ્લા 6 વર્ષથી આ બીમારીનો હતી શીકાર, હવે પડી ખબર

Kaushik Bavishi

પ્રધાનમંત્રીના જન્મદિવસ પર ભાજપની તાડામાર તૈયારીઓ, આ ત્રણ મુદ્દાને લઈ કાર્યક્રમનું આયોજન કરી રહી છે

Mayur

દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છેઃ નીતિન ગડકરી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!